ગુજરાત રાજ્યમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારોના લીધે કથળી જતી પરિસ્થિતી ને ધ્યાનમાં રાખીને ભરૂચ તાલુકા કોંગેસ સમિતિ દ્રારા મામલતદાર ભરૂચને આવેદનપત્ર પાઠવ્યું

0
134

સમગ્ર ગુજરાત રાજ્યમાં દલિતો પર અત્યાચારનો લીધે પરિસ્થિતિ દિન-પ્રતિદિન અત્યંત ખરાબ થઈ રહી છે.અને છેક થાનગઢ થી શરૂ થયેલા દલિતો ઉપર દમન નો આ સીલસિલો ચાલુજ રહ્યો છે.જોકે વર્તમાન સરકારની દલિત વિરોધી માનસિકતા ની બંધારણ મુજબના વહીવટ ઉપર અસરના પડે તે જોવાની જવાબદારી અને બંધારણીય ફરજ છે.સાથણી ના કાયદેસરના હુકમો થયા હોય અને સનદ પણ આપી હોવા છતાં પણ જમીનોનો કબ્જો આપવામાં આવ્યો ના હોય અને તે જમીનો પર અસામાજિક તત્ત્વોએ કબ્જો કરી રાખ્યો હોય છે.બીજું સમાજ ના યુવાન દ્રારા ઘોડા પર બેસવાની બાબત હોય કે હેરકટ ની સ્ટાઈલ જેવી નજીવી બાબતે દલિતો પર અત્યાચાર અને દમન ની રોજિંદા બની ગયેલી ઘટનાઓ સમગ્ર રાજ્ય માટે કલંક અને શરમજનક ગણી શકાય છે.ઉના કાંડ જેવી ઘટના થી સમગ્ર દેશમાં હોવાપોહ મચી જવા પામેલ જેને આધારે સરકાર દ્રારા દેખાવ માટે કડક પગલો લીધાં હતાં પરંતુ ફરી એજ રીતે દલિતો પર અત્યાચારો ચાલુ જ રહે છે.અવારનવાર દલિતો પર થઈ રહેલ અત્યાચારો અને દમન અંગે કોગ્રેસ પાર્ટી ગુજરાત સરકાર ની ઘોર ઉદાસીનતા અંગે અને તંત્રની નિષ્ક્રિયતા ને વખોડી કાઢે છે.અને રજુઆત કરે છે કે આપના તાબા હેઠળના વિસ્તારો માં દલિતો પર કોઈ પણ અત્યાચાર ના થાય અને તેમના કાયદેસરના પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવામાં આવે જેથી પાટણ ના સ્વ.ભાનું પ્રસાદ વણકરના આત્મવિલોપન જેવી કરૂણ ઘટના ના બને તે અંગે આજ રોજ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા ભરૂચ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY