પીએનબી કૌભાંડઃ ડેપ્યૂટી મેનેજર સહિત ત્રણની સીબીઆઈએ ધરપકડ કરી

0
79

ન્યુ દિલ્હી,
આખરે ગોકુલનાથ શેટ્ટીની સીબીઆઈએ આજે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જયારે સીબીઆઈ તેના મલાડ Âસ્થત નિવાસ સ્થાને પહોંચી હતી, ત્યારે તેઓ ત્યાંથી મળી આવ્યા નહોતા. શેટ્ટી ઉપરાંત અન્ય બે અધિકારોને પણ સીબીઆઈએ ઝડપી પાડ્યા છે. ગોકુલનાથ શેટ્ટી ઉપરાંત “પંજાબ નેશનલ બેંક”ના સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ કરાત અને નીરવ મોદી ગ્રૂપના આૅથોરાઈઝ્ડ સિગ્નેટરી હેમંત ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.
દેશના સૌથી મોટા ૧૧ હજાર કરોડના આ બેન્કિંગ ગોટાળાનો રેલો ભરતપુર સુધી પણ પહોંચ્યો છે. આ મામલે પંજાબ નેશનલ બેન્કની કાર્યવાહીમાં ભરતપુર બેંકમાં કાર્યરત બે બેંક અધિકારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએનબી શાખા, લક્ષ્મણ મંદિરના ચીફ મેનેજર આરકે જૈન તથા સર્કલ કાર્યાલયમાં કાર્યરત સ્કેલ-૪ના અધિકારી પીસી સોનીને સસ્પેન્ડ કરી દેવાયા છે.
જીએસ એમએચઆરડીના શાખા પ્રમુખ સંજીવ સિંગલાએ આ મામલે આદેશ જારી કર્યા હતા. પંજાબ નેશનલ બેન્કના દેશના બેન્કિંગ સેક્ટરમાં થયેલા આ સહુથી મોટા કૌભાંડ દરમિયાન વર્ષ-૨૦૧૧ થી ૨૦૧૩ સુધી આ બંને અધિકારીઓ મુંબઈની બ્રેન્ડી હાઉસ શાખામાં કાર્યરત હતા. આ મામલે પીએનબીએ દેશના ૪૧ અધિકારો-કર્મચારીઓને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરી દીધા છે. પ્રથમ નજરે એવું માનવામાં આવતું હતું કે, જેની ઉપર થોડી પણ શંકા હોય તેને સસ્પેન્ડ કરી દેવા. હવેથી તેમની વિરુદ્ધ તપાસ પણ થશે. આગામી થોડાજ સમયમાં આ અધિકારો સાથે ઇડી પૂછપરછ કરી શકે છે.
આરકે જૈન મુંબઈની બ્રેન્ડી હાઉસ શાખામાં વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૫ સુધી સેકન્ડ ઈન-ચાર્જના રૂપે કાર્યરત હતા. તેઓ ભરતપુર ના રણજીતનગર કોલોનીના રહેવાસી છે અને હાલ લક્ષ્મણ મંદિર શાખાના મુખ્ય મેનેજર તરીકે કાર્યરત હતા. જયારે પીસી સોની એપ્રિલ, ૨૦૧૧ થી નવેમ્બર, ૨૦૧૧ સુધી મુંબઈની એ શાખામાં ફરજ બજાવી ચુક્્યા છે જ્યાં આટલો મોટો ગોટાળો સામે આવ્યો છે. અહીં તેઓ કોંટ્રાક્ટર આૅડીટરના પદ પર કાર્યરત હતા. આ બંને અધિકારો સ્કેલ-૪ ના અધિકારીઓ છે. સોની અત્યારે સર્કલ કાર્યાલયમાં મની લોન્ડરિંગ અને કેવાઇસી શાખા સાંભળી રહ્યા છે.
આભાર – નિહારીકા રવિયા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY