ભરૂચ સંસદ સભ્ય મનસુખ વસાવા ની જનસંપર્ક યાત્રા ની હાંસોટ મુકામે થી શરૂઆત.:લોકસભા ની તૈયારી શરૂ!!

0
134

સાંસદ મનસુખભાઇ વસાવા એ હાંસોટ તાલુકાના કતપોર વિહોર ખોડિયાર માતાના મંદિરેથી જનસંપર્ક યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રામાં તેમની સાથે ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ,ઉપપ્રમુખ ધર્મેશ મિસ્ત્રી, જનક શાહ, જિલ્લામંત્રી દિવ્યેશ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ પટેલ , ભરૂચ શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ પ્રફુલ્લા દુધવાલા સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
યાત્રાના પ્રારંભમાં સાંસદ મનસુખભાઇ વસાવા એ કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજા લક્ષી યોજનાની લોકોને જાણકારી મળે, ગરીબલક્ષી યોજનાઓથી લોકો માહિતગાર થાય, સરકારના બજેટમાં સમાવાયેલ પ્રજા હિત ની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના હેતુ થી જનસંપર્ક યાત્રા કાઢવામાં આવી છે.
આ યાત્રા કતપોરથી હાંસોટ, અંકલેશ્વર, ઝઘડીયા, વાલિયા, નેત્રંગથી રાજપીપળા થઈ ડેડીયાપડા-સાગબારાના દેવમોગરા પાંડુરી માતાના મંદિરે પહોંચશે. જ્યાં યાત્રાનું સમાપન થશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY