વડોદરા,તા.૨
ઉતર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાને સીતાજી વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો વડોદરા યુથ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. વિરોધના ભાગરૂપે કાર્યકર્તાઓએ શહેરના માર્કેટ ચાર રસ્તા પર ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા વિરુધ્ધ સૂત્રોચાર કરી તેમના પૂતળનું દહન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શર્માએ સીતાનો જન્મ ટેસ્ટ ટયુબથી થયો હોવાનું નિવેદન એક કાર્યક્રમમાં કર્યું હતું.
નાયબ મુખ્યપ્રધાને ઉતર પ્રદેશના મથુરામાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, સીતાનો જન્મ જમીનની અંદર ઘડામાં થયો હતો. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ પરથી કહી શકાય કે રામાયણ વખતે પણ ટેસ્ટ ટયુબ બેબીનો કોનસેપ્ટ હતો. ‘હિન્દી ર્જનાલિઝમ ડે’ પ્રસંગે યોજાયેલા પ્રોગ્રામમાં તેમણે કહ્યુ હતું કે ‘લાઈવ ટેલિકાસ્ટ’ જેવી જ ટેકનોલોજી મહાભારતના સમય દરમિયાન પણ હતી અને તેનાથી જ સંજયે હસતિનાપુરથી સમગ્ર કુરક્ષેત્રનો વ્યું ધુતરાષ્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ એપ્રિલમાં ત્રિપુરાના મુખ્યપ્રધાન વિપલબ દેબે મહાભારત સમયથી ઈન્ટરનેટ અને સેટેલાઈટનું અસતિત્વ હોવાનું નિવેદન કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





