૨૦૧૬ કરતાં ૨૦૧૭માં નર્મદા-ડેમમાં પાણી વધુ આવ્યું,સરકારનો દાવો પોકળ!!!

0
62

ગાંધીનગર,
તા.૮/૩/૨૦૧૮

૧૧૫ ડેમ ભરવાનું આયોજન,ડેમની સપાટીમાં સતત ઘટાડો

હાલમાં ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં નર્મદા ડેમને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નમાં મોટો ખુલાસો થયો છે. વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે પૂછેલા પ્રશ્નના જવાબમાં નર્મદા ડેમમાં ઓછું પાણી આવ્યું હોવાનો સરકારના દાવાનો છેદ ઉડી ગયો હતો. સરકારે દાવો કર્યો હતો કે, નર્મદા ડેમમાં ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં ઓછું પાણી આવ્યું હતું.

પ્રશ્નના જવાબમાં સરકારે કબૂલ્યું હતું કે, ૨૦૧૬ કરતાં ૨૦૧૭માં નર્મદા ડેમમાં વધુ પ્રમાણમાં પાણી આવ્યું હતું. નર્મદા ડેમમાં ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાય. ૨૦૧૮ની જાન્યુઆરી મહિનાની સ્થતિએ જાતા ડેમમાં ૩,૯૧૬ મિલિયન ક્યુબીક મીટર પાણી ડેમમાં છે. સરકારે સ્વીકાર કર્યો હતો કે વર્ષ ૨૦૧૬ની સરખામણીમાં વર્ષ ૨૦૧૭માં દરમહિને પાણીની આવક વધુ હતી.

અગાઉ સરકારે દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી. પરંતુ વિધાનસભાની પ્રશ્નોતરી દરમિયાન સરકારે વધારે પાણી આવ્યાની કબૂલાત કરી છે તે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે નર્મદા ડેમનું પાણી ગયું ક્યાં?

સૌની યોજના અંગે જવાબ આપતા સરકારે કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત ૧૧ જિલ્લાના ૧૧૫ ડેમ ભરવાનું આયોજન છે. સરકારે કબૂલાત કરી હતી કે આ માટે પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે.

નર્મદા ડેમની સપાટીમાં હાલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલની ડેમની સપાટી ઘટીને ૧૦૭.૧૫ મીટર સુધી પહોંચી છે. છેલ્લા છ દિવસની વાત કરીએ તો ડેમની સપાટીમાં ૧.૨૫ મીટરનો ઘટાડો નોંધાયો છે. મેઈન ટનલમાંથી હાલ ૧૦૨૭૯ ક્કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમના તમામ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ ગોલબોલે ગેટમાંથી નર્મદા નદીને જીવંત રાખવા માટે ૬૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.

મોડાસાના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નમાં સરકારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નાણા ચુકવવાના બાકી છે. કેન્દ્રએ આ માટે છેલ્લા બે વર્ષની કુલ રૂ.૧૯૦.૩૧ કરોડની ગ્રાન્ટ ચુકવવાની બાકી છે. ૨૦૧૬માં ૭૭.૭૩ કરોડ અને વર્ષ ૨૦૧૭માં ૭૨.૪૦ કરોડની ગ્રાન્ટ ગુજરાત સરકારને મળી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY