બિટકોઇન મામલે સીબીઆઈ,પોલીસે સુરતના બિલ્ડર પાસેથી રૂ. ૧૭ કરોડ પડાવ્યા, નલિન કોટડિયાની ભૂમિકા શંકાસ્પદ

0
143

સુરત,
તા.૮/૩/૨૦૧૮

સુરતના એક બિલ્ડર પાસેથી સીબીઆઇ અને પોલીસ બિટકોઇને મામલે રૂપિયા ૧૭ કરોડનો તોડ કરી ગઇ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે.
સુરતના એક બિલ્ડરના ભાગીદારની મદદથી પહેલા સીબીઆઈના અધિકારીએ પાંચ કરોડનો તોડ કર્યો હતો, ત્યાર બાદ આ જ ભાગીદારની મદદથી અમરેલી પોલીસ રૂપિયા ૧૨ કરોડના બિટકોઈન પડાવી લઈ, પોલીસ કેસ કરવાની ધમકી આપી ૭૮ લાખ રોકડા લીધાની ફરિયાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પાસે આવતા તેમણે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવા આદેશ આપ્યો છે. જેના પગલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

આ ઘટનાક્રમની શરૂઆત કંઈક આવી રીતે થઈ હતી કે સુરતના ડુમસ રોડ ઉપર આઈકોન બિલ્ડીંગમાં રહેતા બિલ્ડર શૈલેષ ભટ્ટનો સુરતમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો મોટો કારોબાર છે. આ ઉપરાંત તેઓ અમરેલીમાં પણ એક સ્કૂલ ચલાવે છે. આ ઉપરાંત તેઓ અન્ય અનેક ધંધાઓ સાથે સંકળાયેલા છે, તેમાં બિટકોઈનનો પણ કારોબાર તેઓ કરે છે જેમાં તેમને કરોડો રૂપિયાનો કારોબાર છે. તેમણે નોટબંધી વખતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સ્વૈચ્છીક આવક જાહેર કરવાની યોજનામાં પણ મોટી રકમ જાહેર કરી હતી. શૈલેષ ભટ્ટના એક ભાગીદાર કિરીટ પાલડીયા પણ છે.

કિરીટ પાલડીયાએ ફેબ્રુઆરી મહિનામાં શૈલેષ ભટ્ટને જાણકારી આપી હતી કે તમારી ઉપર ઈડી અને સીબીઆઈની નજર છે, તેઓ તમારે ત્યાં ગમે ત્યારે દરોડો પાડી શકે તેમ છે, તેના કારણે તમે હમણાં ઘર છોડી દો. પહેલા તો શૈલેષ ભટ્ટે તેમની વાત ઉપર ભરોસો કર્યો નહીં પણ પછી તેમને સીબીઆઈની ગાંધીનગરની ઓફિસના લેન્ડ લાઈન પરથી ફોન આવ્યો જેમાં ફોન કરનારે પોતાનો પરિચય સીબીઆઈના ઈન્સપેક્ટર સુનીલ નાયર તરીકે આપ્યો હતો. આ ઘટનાથી ડરી ગયેલા શૈલેષ ભટ્ટ પોતાના પરિવાર સાથે અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટલમાં આવી ગયા હતા.

ત્યાર બાદ સીબીઆઈ અધિકારી સુનીલ નાયરે ફોન કરી તેમને મળવા બોલાવ્યા હતા. ગાંધીનગર ખાતે એક હોટલમાં થયેલી મુલાકાતમાં સુનીલ નાયરે તેમના ધંધા સહિત શૈલેષ ભટ્ટ સાથે ધંધો કરી રહેલા લોકોની માહિતી આપી હતી. ધંધામાં સ્વભાવીક રીતે ટેક્સ ચોરી સહિત અને બે નંબરના કામ થતાં હોય છે. સુનિલ નાયર પાસે જે માહિતી હતી તે એકદમ સાચી હતી. સુનિલ નાયરે ધમકી આપી હતી કે તેઓ તેમના અને તેમની સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડી શકે છે. તેથી ડરી ગયેલા શૈલેષ ભટ્ટે તેમની સાથે ધંધાકીય રીતે સંકળાયેલા લોકો સાથે સીબીઆઈના સુનિલ નાયરે આપેલી માહિતી અંગે ચર્ચા કરી હતી.

આખી વાતથી ડરી ગયેલા શૈલેષ ભટ્ટ અને તેમના ધંધાકીય મિત્રોએ સીબીઆઈ સાથે પતાવટ કરવાનું નક્કી કર્યુ હતુ. ત્યાર બાદ ફરી સુનિલ નાયર સાથે એક મિટિંગ થઈ હતી, જેમાં કેસની પતાવટના નામે પાંચ કરોડ રૂપિયા નક્કી થયા હતા. જેની શૈલેષ ભટ્ટે વ્યવસ્થા કરી સુનિલ નાયરને પહોંચાડ્યા હતા. આ તમામ મિટિંગમાં કિરીટ પાલડીયાની ભુમીકા મહત્વની હતી. જા કે ત્યારે શૈલેષ ભટ્ટને પોતાના ભાગીદાર પાલડીયા ઉપર કોઈ શંકા ગઈ ન્હોતી કે પાલડીયા અને સીબીઆઈ અધિકારી મળેલા છે અને ડર બતાડી તેમનો તોડ કરી રહ્યા છે.

આ મામલે થાકી અને ડરી ગયેલા શૈલેષ ભટ્ટ મદદ માટે અમરેલીના પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને મળ્યા હતા, ત્યારે નલિન કોટડીયાએ તેમને આશ્વાસન આપી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પાસે લઈ જવાની ખાતરી આપી હતી અને સચિવાલય લઈ ગયા હતા, પણ તેમણે પ્રદિપસિંહ સાથે મુલાકાત કરાવ્યા વગર બહાર આવી કહ્યું મામલો ગંભીર છે. તમે પોલીસની વાત માની ૩૨ કરોડ ચુકવી દો. શૈલેષ ભટ્ટને આ વાતનું બહુ આશ્ચર્ય થયુ હતું. આથી તેઓ તા. ૨૩મી ફેબ્રુઆરીના રોજ સીધા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પાસે પહોંચ્યા હતા અને તેમની રજુઆત સાંભળી પ્રદિપસિંહ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક સીઆઈડી ક્રાઈમના વડા આશીષ ભાટીયાને આ મામલે તપાસ કરવા આદેશ આપતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે શૈલેષ ભટ્ટનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY