૨૬૦ કરોડના કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ

0
4

ચંદા થાપા નામની ૨૯ વર્ષીય યુવતી વિનયને મદદ કરવા કાઠમંડુથી પોખરા આવી હતી
કૌભાંડી પાસેથી ૩૧ લાખની નેપાળની કરન્સી અને ડાલર પણ પકડાયા,વિનય શાહ પાસપોર્ટ વગર લાખો રૂપિયાના ડોલર, યુરો અને પાઉન્ડ હતા જે મની એક્સચેન્જ કરવા માટે જતો હતો
ગાંધીનગર,તા.૨૬
અમદાવાદના વિનય શાહને નેપાળની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે તેની પત્ની ભારતમાં હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સમગ્ર રાજયમાં હાલ ચર્ચાસ્પદ બનેલા વિનય શાહના એકના ડબલ કરી આપવાની સ્કીમનું ઉઠામણું થઈ ગયા બાદ કુલ ૨૬૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતુ. નેપાળની પોલીસ દ્વારા વિનય શાહની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડી વિનય શાહને ટૂંક જ સમયમાં કાયદાકીય પ્રક્રિયા પુરી કરીને ભારત લાવવામાં આવશે.
નેપાળમાં વિનય શાહ થોડા દિવસથી ત્યાં સામાન્ય જીવન જીવી રહ્યો હતો. આસપાસના લોકોને શંકા ગઇ હતી કે વિનય શાહ પાસે મોટા પ્રામાણમાં ડોલર અને યુરો હતાં. તેની સાથે ચંદા થાપા કાઠમંડુની મહિલા છે તેવી માહિતી મળી રહી છે. આ મહિલાની ઉંમર ૨૯ વર્ષની છે. ગુનો ગેરકાયદેસરની વિદેશી મુદ્રાનો ગુનો હાલ લાગ્યો છે. હાલ તે બંન્ને નેપાળ પોલીસ પાસે છે.
વિનય શાહ નેપાળના પોખરાની એક હોટલમાંથી ઝડપાયો ત્યારે તેની પાસે રુપિયા ૩૧ લાખની નેપાળની કરન્સી અને ડોલર પણ હતાં. સીઆઈડી ટીમની એક ટીમ નેપાળ જવા રવાના થઇ છે. ભારત અને આઈબીની ટીમે સાથે મળીને ફરાર વિનય શાહને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસનું કહેવું છે કે વિનય શાહના પાસપોર્ટ પર કોઇ જ દેશના સિક્કા વાગ્યા ન હતાં. તેથી પોલીસને શક હતો જ કે તે ભારતની આસપાસ હોવો જાઇએ. તે વાતો કરવા માટે વોટ્‌સએપનો ઉપયોગ કરતો હતો. તેથી તેનું લોકેશન પણ ટ્રેસ થયુ હતું.
વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે થલતેજના રેસીડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવર એક્સ સોલ્યુશન નામની ઓફીસ કરીને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી સમગ્ર રાજયના લોકોને છેતર્યા હતા.
આ કૌભાંડની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમની ટીમે વિનય શાહના ઘરે તપાસ કરીને ૪૩ લાખ રૂપિયા રોકડા તેમજ ઓફિસમાંથી ૩૫ કોમ્પ્યુટર કબ્જે કર્યા હતા જેના આધારે આ કૌભાંડની વધુ વિગતો પણ મળી હતી.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી. આ ક્લિપમાં વિનય શાહ અને સ્વપ્નિલ રાજપૂત વચ્ચે કથિત વાતચીત થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ. જા કે સમગ્ર મામલે સ્વપ્નિલ રાજપૂત મીડિયા સમક્ષ હાજર થયા અને આ ક્લિપ ખોટી હોવાનું રટણ કર્યું હતું.
ઓડિયો ક્લિપ ફરતી થયા બાદ સ્વપ્નિલ રાજપૂતે જણાવ્યું કે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ ખોટી છે. ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી, સાથે જ તેઓએ જણાવ્યું કે વિનય શાહ ટેક્નિકલ માસ્ટર માઇન્ડ છે, વિનય શાહે ૨૬૦ નહીં પરંતુ ૭૦૦ કરોડનું કૌભાંડ આચર્યું છે, આ કૌભાંડમાં અનેક લોકોની સાથે હું પણ શિકાર બન્યો છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY