ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કરતારપુર કારિડોરની આધારશિલા મૂકી

0
3

કઈ સેના બીજા દેશના જવાનોને મારવા માટે હિંસા ફેલાવવાનું કહે છે : અમરિંદર સિંહ
ન્યુ દિલ્હી,તા.૨૬
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કરતારપુર કોરિડોરની આધારશિલા મૂકી. આ સાથે જ શીખ શ્રદ્ધાળુઓનો ૭૦ વર્ષ લાંબો ઈંતજાર પૂરો થયો. શીખ સમુદાય માટે કરતાર સાહેબ ઘણા મહત્વના છે. આ શીખોનુ પવિત્ર તીર્થ સ્થળ છે. જ્યાં ગુરુનાનક દેવે પોતાના જીવનના ૧૮ વર્ષ વીતાવ્યા છે.
કારિડોર બન્યા બાદ શ્રદ્ધાળુ જાતે ગુરુદાસપુર જિલ્લાથી કરતારપુર સાહેબ જઈને દર્શન કરી શકશે. હાલ આ સ્થળ પાકિસ્તાનમાં ભારતીય સરહદથી લગભગ ૪ કિલોમીટર દૂર છે અને અત્યારે પંજાબના ગુરુદાસપુરમાં ડેરા બાબા નાનક બોર્ડર આઉટપોસ્ટથી દૂરબીનથી શ્રદ્ધાળુ દર્શન કરે છે.
શિલાન્યાસ માટે ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની સાથે પંજાબના ગર્વનર વીપી સિંહ બદનૌર, સીએમ કેપ્ટન અમિરંદર સિંહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ, કેબિનેટ મંત્રી સુખિજંદર સિંહ રંધાવા, કેબિનેટ વિજય ઈન્દ્ર સિંગલા, સુખબીર સિંહ બાદલ, પંજાબ કોંગ્રેસ પ્રધાન સુનીલ જાખડ સહિત અન્ય કેટલાક રાજકરણીઓ હાજર રહ્યા.
શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાનને જણાવ્યુ કે હું પાકિસ્તાનના આર્મી ચીફ કમર બાજવાને એક પ્રશ્ન પૂછવા માગુ છુ. એક સૈનિક હોવાના સંબંધે જવાબ આપો કે કઈ સેના બીજા દેશના જવાનોને મારવા અને હિંસા ફેલાવવાનુ કહે છે. કઈ સેના પઠાણકોટ અને અમૃતસરમાં લોકોને મોકલીને હુમલો કરવાનુ કહે છે.
હું પાકિસ્તાનને ચેતવણી આપુ છુ કે અમે પંજાબી છીએ અને અમે દેશનો માહોલ બગાડવા દઈશુ નહીં. જા તેમ છતાં એવુ થયુ તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY