વર્ષોની દુશ્મની ભુલાવ્યા બાદ સાથે ચાલશે ઉત્તર અને દક્ષિણ કોરિયાનો સમય
સિઓલ/પ્યોંગયોંગ,તા.૩૦
તાજેતરમાં થયેલ ઐતિહાસિક કોરિયા શિખર બેઠક બાદ ઉત્તર કોરિયાએ બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત કરવા માટે દક્ષિણ કોરિયાના ટાઇમ ઝોનની સાથે જાડાવવા માટે આગામી શનિવારથી પોતાની ઘડીયાલને ૩૦ મિનિટ આગળ વધારવાનો નિર્ણય કર્યા છે. ઉલ્લેખનિય છે કે વર્ષ ૨૦૧૫થી બન્ને દેશોનું ટાઇમ ઝોન જુદો થયો હતો.
તે સમયે ઉત્તર કોરિયાએ પોતાના સમયને દક્ષિણ કોરિયાથી ૩૦ મિનિટ પાછળ કરવામાં આવ્યો હતો. તે સમયે જણાવવામાં આવ્યું હતુ કે આવું કોરિયાઇ દ્વીપકલ્પ પર ૧૯૧૦-૧૯૪૫ દરમિયાન જાપાનના શાસનના નિશાનોને હટાવવા માટે કરવામાં આવ્યું હતુ. આ અગાઉ બન્ને કોરિયાના દેશોમાં સમાન સમય હતો. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોન્ગયાન્ગમાં થયેલ બેઠકમાં ઉત્તર કોરિયાએ જુના ટાઇમ ઝોનમાં પરત ફરવાનો નિર્ણય કરેલ છે.
ઉલ્લેખનિય છે કે ઉત્તર કોરિયાના કિમ જાન્ગ ઉનએ દક્ષિણ કોરિયાના રાષ્ટÙપતિ મૂન જેઇ-ઇનની સાથે ઐતિહાસિક બેઠક દરમિયાન પોતાના જુના ટાઇમ ઝોનમાં ફરીથી પરત ફરવાનું વચન આપ્યું હતુ.
ઉત્તર કોરિયાની સંસદના સુપ્રીમ પીપુલ્સ એસેમ્બલીની સ્થાઇ સમિતિએ દક્ષિણ કોરિયાના સમયથી દેશના સમયને સિન્ક્રોનાઇઝ કરવા માટેની સમજૂતિને મંજૂરી આપી છે, જે આ શનિવારથી લાગૂ થશે. કિમ જાન્ગએ જણાવ્યું છે કે દક્ષિણ કોરિયાના સમયને ઉત્તર કોરિયાના સમય પ્રમાણે કરવું રાષ્ટ્રિય સુલહ અને એકતાની તરફ ભરવામાં આવેલ પ્રથમ પ્રાયોગિક પગલું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







