જૂનાગઢ તા.૧૨, સ્વચ્છ ભારત મીશન અર્બન ગુજરાત સર્વેક્ષણ ૨૦૧૯ અન્વયે સ્વચ્છ સર્વેક્ષણ ટીમ માહે જાન્યુઆરી ૨૦૧૯નાં માસ દરમ્યાન કેશોદ શહેરની મુલકાત લેનાર છે. જે અંગે નગરપાલીકાના પ્રમુખરી યોગેશભાઇ સાવલીયા તથા ચિફ ઓફીસર પરબતભાઇ ચાવડા દ્વારા શહેરીજનોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે સ્વચ્છ સર્વેક્ષણ અન્વયે આપણી શેરી-આપણું આંગણું સ્વચ્છ રાખીએ, સુકા કચરા-ભીના કચરાને અલગ-અલગ ડસ્ટબીનમાં રાખી નગરપાલીકા ડોર ટુ ડોર તથા ઘન કચરાનાં નિકાલની કામગીરીમાં તમામ પ્રકારનો સહકાર આપીએ. જ્યાં ત્યાં ગંદકી ના કરીએ, ૫૦ માઈક્રોન થી પાતળા પ્લાસ્ટીકનો વપરાશ સદંતર બંધ કરીએ, બજારમાં ખરીદી કરતી વેળાએ કાપડની થેલી અવશ્ય સાથે રાખીએ, પર્યાવરણને બચાવીએ સ્વચ્છતાએ આપણી માત્ર ઈચ્છા જ નહીં જરૂરીયાત છે. સ્વચ્છ બની સ્વચ્છ બનાવીએ, સુંદર સુઘડ શહેર અને રાજ્યને બનાવીએ. આપણો સંકલ્પ સ્વચ્છ નિરોગી અને તંદુરસ્ત નગર. તો સૈા સાથે મળી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ અન્વયે કેશોદ શહેરને ગુજરાતમાં નંબર વન બને તે માટે તમામ પ્રકારનો સાથ અને સહકાર આપવા ચિફ ઓફીસર કેશોદ દ્વારા કેશોદનાં સૈા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




