ભારતમાં ચૂંટણીઓને આંચ આવવા નહીં દઈએ : માર્ક ઝુકરબર્ગની ખાતરી

0
65

વાશિંગ્ટન,તા.૧૧/૪/૨૦૧૮

ડેટા લિક કેસમાં ઝકરબર્ગે અમેરિકન કોંગ્રેસની સામે હાજર થઈ માફી માંગી

૧ કલાક, ૪૨ સાંસદોને ધડાધડ સેંકડો પ્રશ્નોના જવાબ આપતા રહ્યાં ઝકરબર્ગ,રશિયા પર સિસ્ટમમાં અટેક કરવાનો આરોપ

સોશ્યલ નેટવ‹કગ સાઇટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે ડેટા લીક કેસમાં અમેરિકન કાંગ્રેસની સામે હાજર થઇ માફી માંગી. સેનેટ કોમર્સ એન્ડ જ્યુડિશરી કમિટીઓની સામે રજૂ થઇ ઝકરબર્ગે ફેસબુક દ્વારા થયેલ ગડબડીઓની જવાબદારી અને ચૂંટણીઓ દરમ્યાન લોકોનો વિશ્વાસ ટકાવી રાખવાની વાત કહી. ઝકરબર્ગને ૪૨ સાંસદોએ સતત એક કલાક સુધી પ્રશ્ન-જવાબ કર્યા. અમેરિકન ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપથી લઇ આગામી ભારતીય લોકસભા ચૂંટણી સુધી ઝકરબર્ગે સેંકડો પ્રશ્નોના જવાબ આપ્યા અને સાથો સાથ કહ્યું કે ભારતમાં આગામી ચૂંટણીઓ દરમ્યાન સંપૂર્ણપણે ઇમાનદારી રખાશે.

આ દરમ્યાન સેનેટર્સ સતત ઝકરબર્ગની દલીલોને પડકારતા રહ્યા. અમેરિકન રાષ્ટપતિ ચૂંટણીમાં રૂસી હસ્તક્ષેપ પર ઝકરબર્ગે કહ્યું કે રશિયામાં કેટલાંક લોકો એવા છે જેનું નામ અમારી સિસ્ટમને ખરાબ કરવા અને બીજી ઇન્ટરનેટ વ્યવસ્થાને ખરાબ કરવાનું છે. તેમણે કહ્યું કે આ હથિયારોની હોડ જેવું છે. તે સતત શ્રેષ્ઠ કરવાની કોશિષ કરી રહ્યાં છે અને અમારે પણ શ્રેષ્ઠ માટે રોકાણ કરવાની જરૂર છે. આપને જણાવી દઇએ કે ઝકરબર્ગે પહેલાં માન્યું હતું કે ૨૦૧૬ની સાલમાં થયેલ અમેરિકન ચૂંટણીઓમાં ખોટી માહિતીઓનો પ્રસાર રોકવામાં ફેસબુક અસફળ રહ્યું હતું.

ઝકરબર્ગે કહ્યું કે અમે તપાસ કરી રહ્યાં છીએ કે કેમ્બ્રીજ એનાલિટિકાએ શું ગુપ્ત માહિતી એકત્ર કરી? હવે અમને ખબર છે કે તેમણે કયા એપ ડેવલપર પાસેથી ખરીદી કરીને લાખો લોકોની માહિતી, જેમકે નામ, પ્રોફાઇલ પિક્ચર્સ અને ફોલો કરનાર પેજાની માહિતી ખોટી રીતે એકત્ર કરી. ઓરેન હૅચે જયારે ઝુકરબર્ગને પૂછ્યું, ‘તમે કીધું કે ફેસબુક હંમેશા માટે ફ્રી હશે, શું આજ તમારો ઉદ્દેશ છે ?’ ત્યારે જવાબમાં ઝુકરબર્ગે જણાવ્યું કે, ‘હા, અમે હંમેશા ફેસબુકને મફત રાખવા ઈચ્છીએ છીએ.’ આ અમારો ઉદ્દેશ છે કે અમે દુનિયાભરના લોકોને જાડી શકીએ, લોકોને એક બીજાની નજીક લાવી શકીએ.

ઝકરબર્ગે કહ્યું કે ૨૦૧૬ ચૂંટણી બાદ અમારી પ્રમુખતા દુનિયાભરની ચૂંટણીઓમાં ઇમાનદારી રાખવાની છે. ઝકરબર્ગે એ પણ ખુલાસો કર્યો કે ફેસબુક ૨૦૧૬ની ચૂંટણીમાં રૂસી હસ્તક્ષપને લઇ ચાલી રહેલ તપાસમાં સહયોગ કરી રહ્યું છે. જો કે તેમણે તેને ખૂબ જ ગુપ્ત મુદ્દો બતાવ્યો અને આ સિવાય કોઇ માહિતી આપી નહીં.

અમેરિકન કાંગ્રેસમાં હાજર થયા તે દરમ્યાન ઝકરબર્ગે કહ્યું કે અમારી જવાબદારી છે કે માત્ર ટુલ્સ જના બનાવીએ, પરંતુ એ પણ આશ્વસ્ત કરીએ કે આ ટુલ્સનો ઉપયોગ સારા માટે થાય. એ સ્પષ્ટ છે કે અમે ટુલ્સનો ઉપયોગ ખોટી વસ્તુ થવાથી રોકી શકયા નથી. ફેક ન્યૂઝ, હેટ સ્પીચ, ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપ, ડેટાની ગોપનીયતા જેવા નુકસાન રોકવા માટે પૂરતા પગલાં ઉઠાવી શકયા નથી. અમે અમારી જવાબદારીને શ્રેષ્ઠ રીતે નિભાવી શકયા નથી. આ એક મોટી ભૂલ છે અને તેના માટે હું માફી માંગું છું. મેં ફેસબુક શરૂ કર્યું, હું એને ચલાવું છે અને અહીં જે પણ કંઇ થાય છે તેના માટે હું જ જવાબદાર પણ છું.

તેમણે કહ્યું કે અમે આશ્વસ્ત કરીએ છીએ કે ભારતમાં આગામી ચૂંટણી દરમ્યાન ઇમાનદારી રાખવામામાં અમારું સર્વશ્રેષ્ઠ આપીશું. ડેટા પ્રાઇવસી અને ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપ જ સૌથી મોટો મુદ્દો છે, જેનો સામનો કંપની કરે છે. આ અધિકારોને સારી રીતે નિભાવવાની જવાબદારી ખૂબ મોટી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY