કઠુઆ રેપ કેસઃ સગીરાની હત્યા પહેલાં પોલીસે કહ્યું- ઊભા રહો, હું પણ રેપ કરીશ

0
90

શ્રીનગર,
તા.૧૨/૪/૨૦૧૮

પોલીસે આઠ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરીને તેની નિર્મમ હત્યાના કેસમાં પોલીસે ૮ આરોપીઓ સામે ચાર્જસીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં રેપ અને હત્યાનો મુખ્ય આરોપી સંજીરામ છે.

આ ઘટના મીડિયામાં આવ્યા પછી સોશિયલ મીડિયા ઉપર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરેક લોકો આસિફા બાનુ માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. જાકે પોલીસ તંત્રમાં આ કાર્યવાહી ધીમી ગતીએ ચાલી રહી છે. આપણાં દેશમાં ૬ વર્ષ પહેલાં બનેલા નિર્ભયા કેસમાં પણ હજુ આરોપીઓ જીવીત છે ત્યારે આસિફાને ક્યારે ન્યાય મળશે તે તો સમય જ બતાવશે.

૧૨ જાન્યુઆરીએ મૃત બાળકીના પિતા મોહમ્મદ યુસુફે હીરાનગર પોલીસ સ્ટેશનમાં તેમની બાળકી ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. તેમણે ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેમની બાળકી ૧૦ જાન્યુઆરીએ જંગલમાં ઘાસ લેવા ગઈ હતી પછી પરત આવી નથી.

પોલીસે તપાસ કરીને રિટાયર્ડ ઓફિસરના ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. ત્યારપછી ૨૨ જાન્યુઆરીએ આ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તે સાથે જ આરોપી સાંજી રામ સહિત પોલીસે આ કેસ સાથે જાડાયેલા વિશેષ પોલીસ અધિકારી દીપક ખજૂરિયા, સુરંદર કુમાર, પ્રવેશ કુમાર, સહાયક પોલીસ ઈન્સપેક્ટર અને હેડ કોન્સ્ટેબલ તિલક રાજને પણ પુરાવા નાબુદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

ચાર્જશીટ પ્રમાણે રામે જ ભત્રીજાને છોકરીનું અપહરણ કરવાનું કહ્યું હતું. તેને ખબર હતી કે આ છોકરી ઘણી વખત જંગલમાં આવે છે. આરોપીએ આ વખતે જ વિશેષ પોલીસ અધિકારીને તેના કાવતરાંમાં સામેલ કર્યો હતો. આટલું જ નહીં, તેણે આ વખતે તેના ભત્રીજા જાડે ઉત્તેજક દવાઓ પણ મંગાવી હતી.

કઠુઆ રેપઃ શું બેટી છુપાવવાનો સંદેશ આપવા માગે છે સરકાર?- કોંગ્રેસ

કઠુઆમાં ૮ વર્ષની બાળકી સાથે નિર્ભયા જેવા ક્રૂરતા કરવા પર કોંગ્રેસે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે ગુરુવારે સરકારને પૂછ્યું કે, શું તમે સંદેશ આપવા માંગો છો-બેટી બચાઓ, બેટી છુપાવો? ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હસ્તીઓએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેતા-નિર્દેશક ફરહાન અખ્તરે કહ્યું કે, જા તમે તે ૮ વર્ષની બાળકીનું દર્દ નથી સમજી શકતા તો તમે માણસ નથી. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ કહ્યું કે કાયદો તોડવાને સાંખી નહીં લેવાય. આ દરમિયાન રાજ્યના વકીલોએ આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેસની ફાસ્ટ ટ્રેક દ્વારા તપાસ કરીને ન્યાય અપાવાની વાત કહી છે. મહેબૂબાએ ટ્વીટર પર પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર લખ્યું કે કેટલાંક ગ્રૂપના લોકોએ કાયદો તોડવાની અને બિન-જવાબદારી નિવેદન આપવાની હરકત સહન થશે નહીં. કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટૂંક સમયમાં જ સુનવણી થશે. : મહેબૂબા મુફ્ત

કઠુઆ ગેંગરેપ કસમાં સોશ્યલ મીડિયા પર સ્ટાર્સે ગુસ્સો વ્યક્ત કર્યો. ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ લખ્યું કે શું આપણે એક આવા દેશ તરીકે વિશ્વમાં ઓળખ બનાવા માંગીએ છીએ? જા અમે જેંડર, જાતિ, રંગ, અને ધર્મથી પર આ ૮ વર્ષની બળાકી માટે એક સાથે ઉભા નથી થઈ તો પછી કંઇ વસ્તુ માટે ઉભા થઇશુંપ ઇંસાનિયત માટે પણ નહીં. આ સમાચાર મને બીમાર બનાવી રહ્યાં છે.: સાનિયા મિર્ઝા

બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે કહ્યું કે એક ૮ વર્ષની બાળકીને નશીલી દવાઓ આપીને બળાત્કાર કરાયો અને પછી હત્યા કરી દેવાઇ. બીજીબાજુ પોતાના માટે અને પોલીસ કસ્ટડીમાં પોતાના પિતાના મોત માટે ન્યાય માંગી રહી છે. અમારી પાસે બે જ વિકલ્પ છે કાં તો અવાજ ઉઠાવો કાં તો પછી મુકદર્શક બની રહે. જે સાચું છે તેના માટે સ્ટેન્ડ લો પછી તમે એકલા જ કેમ ના ઉભા હોવ. આ સિવાય અભિષેક બચ્ચને પણ પીડિતા માટે ન્યાયની માંગણી કરી છે. : રિતેશ દેશમુખ,અભિષેક બચ્ચન

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY