શ્રીનગર,તા.૧૨
જમ્મુ-કાશ્મીરમાં આતંકીએ વધુ એક વખત સુરક્ષા જવાનોને નિશાન બનાવ્યા છે. બુધવારે આતંકિઓના એક જૂથે પોલીસ સ્ટેશનપર ગ્રેન્ડ વડે હુમલો કરતા બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલા બાદ પુલાવામા જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું હતું અને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
મીડિયા અહેવાલ અનુસાર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા એક પોલીસ સ્ટેશન પર અચાનક હુમલો કર્યો ત્યારે પોલીસના સિપાહી સ્ટેશનની બહાર પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. હાલ સુરક્ષા દળના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓએ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ ચાલી રહી છે. સાવચેતીના ભાગરૂપે વહિવટીતંત્રએ પુલવામાં જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધી કરી દીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





