રૂપિયો નબળો પડતા આઇટી શેરોમાં તેજી,આઇટી, પ્રાઇવેટ બેન્કોમાં તેજી જ્યારે મેટલ, રીયલ્ટી, પીએસયુ બેન્કોમાં ઘટાડો

0
88

શેરબજારમાં છઠ્ઠા દિવસે તેજી ઃ સેન્સેક્સ ૧૬૦ પોઈન્ટ વધી ૩૪૦૦૦ને પાર
મુંબઈ,તા.૧૨
બજારમાં ગુરુવારે સતત છઠ્ઠા દિવસે વધારો જાવા મળી રહ્યો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૨૩૦થી વધુ પોઇન્ટ વધીને ૩૪,૦૦૦ની ઉપર ૩૪,૧૭૭ને અડ્યો હતો અને અંતે ૧૬૦.૬૯ પોઇન્ટ વધીને ૩૪,૧૦૧ પર બંધ રહ્યો છે. નિફ્ટી ૪૧.૫૦ પોઇન્ટ વધીને ૧૦,૪૫૮ પર ટ્રેડ કરે છે. જાકે આઇટી અને પ્રાઇવેટ બેન્કોમાં જ તેજી રહી હતી. સેન્સેક્સમાં ટીસીએસ અને ઇન્ફોસીસ અનુક્રમે ૩.૮૩ ટકા અને ૩.૭૩ ટકા વધીને ટોપ ગેઇનર છે. તેના કારણે માર્કેટ ઊંચકાયું છે.
રૂપિયામાં નબળાઇના કારણે આઇટી શેરોમાં આજે જારદાર તેજી આવી હતી. ડોલર સામે રૂપિયો ૬૫.૩૧ પર પાંચ માસની ઊંચાઇએ ગયો છે. તેના પગલે અગ્રણી આઇટી શેરો જેવા કે ટીસીએસ ૪ ટકા, ઇન્ફોસીસ ૩.૪ ટકા, વિપ્રો ૦.૨૮ ટકા, ટેક મહિન્દ્રા ૧.૫ ટકા અને એચસીએલ ટે ૧.૨૫ ટકા વધ્યા છે.
માર્કેટમાં આજે આઇટી સેક્ટરનો દબદબો રહ્યો છે. એનએસઇમાં આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ૩.૨૧ ટકા ઊછળ્યો છે. ઉપરાંત પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ ૦.૫૮ ટકા વધ્યો છે તેના પગલે બેન્ક નિફ્ટી ૦.૩૯ ટકા વધીને ૨૫,૧૯૫ પર બંધ છે. જ્યારે મેટલ, રીયલ્ટી, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ, ફાર્મા, એફએમસીજી અને ઇન્ફ્રામાં ૧.૯૨ ટકાથી ૦.૧૫ ટકાનો ઘટાડો છે.
સેન્સેક્સમાં ૧૮ શેરો વધીને બંધ રહ્યા છે તેમાં ટીસીએસ અને ઇન્ફોસીસ ૪ ટકા અને ૩.૪૧ ટકા વધીને ટોપ ગેઇનર રહ્યા છે. ઉપરાંત એચડીએફસી અને એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એક્સસ બેન્ક ૧.૬૩ ટકાથી ૦.૪૬ ટકા વધ્યા છે. આ શેરોનો સેન્સેક્સને ઊંચકવામાં મોટો ફાળો રહ્યો છે. અન્ય વધેલા શેરોમાં એશિયનપેઇન્ટસ, ટાટા મોટર્સ, એચયુએલ, એલએન્ડટી, કોટક બેન્ક અને વિપ્રો પણ વધ્યા છે. જ્યારે આઇટીસી, મારુતિ, એસબીઆઇ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને સન ફાર્મા ૧.૫૧ ટકાથી ૦.૯૪ ટકા ગબડ્યા છે.
ક્રુડ ઓઇલની કિંમત ૪ વર્ષની ઊંચી સપાટી પર પહોંચતા રીટેલ ઓઇલ કંપનીઓના શેરોમાં ઘટાડો જાવા મળ્યો હતો. બીએસઇનો ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૦.૪૨ ટકા ઘટ્યો છે. બીપીસીએલ ૧.૭૨ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૧.૬૩ ટકા અને આઇઓસી ૧.૪૦ ટકા ઘટ્યા છે. બુધવારે પણ સરકારે ઓઇલ કંપનીઓને પેટ્રોલના ભાવ વધારાનો બોજ સહન કરવા જણાવ્યું હતું તેના કારણે ઓઇલ શેરોમાં ૮ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો.
આવતીકાલે શુક્રવારે ઈન્ફોસીસના ચોથા કવાર્ટરના પરિણામો આવશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી વચ્ચે ડાઉ જાન્સ ૨૧૯ પોઈન્ટ ઘટી ૨૪,૧૯૦ અને નેસ્ડેક ૨૫ પોઈન્ટ ઘટી ૭૦૬૯ બંધ રહ્યો હતો.
ગ્લોબલ ટેન્શનનો માહોલ સર્જાયો છે. જેથી આંતરરાષ્ટÙીય બજારમાં ક્રૂડ ઓઈલનો બાવ ૬૮.૯૫ ડાલર થયો છે. જે ૪૦ મહિનાની હાઈ પર પહોંચી ગયો છે. આથી આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં વેચવાલી વચ્ચે પીએસયુ અને ઓઈલ કંપનીઓના શેરોના ભાવ ઘટ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY