કર્ણાટક ચૂંટણી ઃ કોંગ્રેસ ૨૮૧ ઉમેદવારોની યાદી જાહેર કરી,ચામુંડેશ્વરીથી લડશે સિદ્ધારમૈયા

0
12

બેંગ્લુરુ,તા.૧૬
કર્ણાટક ચૂંટણીને લઇને કોંગ્રેસે ૨૧૮ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી બેઠક પરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ૨૨૪ વિધાનસભા બેઠકો માટે ૧૨ મેના રોજ ચૂંટણી યોજાશે અને પરિણામ ૧૫ મેના રોજ જાહેર કરવામાં આવશે.
એક અહેવાલ મુજબ પહેલા સિદ્ધારમૈયા ચામુંડેશ્વરીની જગ્યાએ બાદામીથી ચૂંટણી લડશે. ખરેખર બાદામી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના નેતાઓએ સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી બેઠક બદલવાનો અનુરોધ કર્યો હતો. આમ કરવાથી કોંગ્રેસ પક્ષને નોર્થ કર્ણાટકમાં ફાયદો થશે.
ત્યારબાદ સીએમ સિદ્ધારમૈયાએ કહ્યુ હતું કે હું પક્ષના હાઇકમાન્ડમાં આ રજૂઆત કરીશ ત્યારબાદ હાઇકમાન્ડ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી વિસ્તારથી સાત વખત ચૂંટણી લડ્યા છે અને પાંચ વખત જીત્યા છે.
કર્ણાટકમાં ૫ વર્ષ બાદ સત્તામાં આવવાના પ્રયત્નો કરી રહેલી ભાજપનાએ યેદિયુરપ્પાના પોતાના મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યાં છે. યેદિયુરપ્પાને શિકારીપુરા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦થી વધારે બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
૧૫૦થી વધારે જીતના લક્ષ્યને ધ્યાનમાં રાખી ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત પોતાના સ્ટાર પ્રચારકોનું કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે આયોજન કરવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY