કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેની કારને અકસ્માત : મંત્રીનો આબાદ બચાવ

0
40

હલગેરી,
તા.૧૮/૪/૨૦૧૮

કેન્દ્રીય મંત્રીએ કોઈ ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી

કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડે મંગળવાર રાત્રે એક અકસ્માતમાં માંડ માંડ બચી ગયા. કર્ણાટકના હલગેરીમાં તેમના કાફલાને એસ્કાર્ટ કરી રહેલા એક કારને એક ટ્રકે ટક્કર મારી દીધી. હેગડે એ આરોપ મૂકયો છે કે તેમની કારને જાણી જાઇને ટક્કર મારવાની કોશિષ કરાઇ છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે તેમની પાછળ કોઇ મોટું ષડયંત્ર હોઇ શકે છે. પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. ઘટના રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે બની છે.

કેન્દ્રીય મંત્રી હેગડે એ કહ્યું કે તેમની કારને જાણીજાઇને ટક્કર મારવાની કોશિષ કરાઇ છે. તેમની કારની સ્પીડ વધુ હોવાથી તેઓ આગળ નીકળી ગયા અને ટક્કર બીજી કારને લાગી ગઇ. હેગડે એ આખી ઘટનાનો ઉલ્લેખ ટ્વીટર પર કરતા લખ્યું કે તેમનો એક સ્ટાફ આ ટક્કરમાં જારદાર ઘાયલ થયો છે. તેનો ખભો તૂટી ગયો છે. તેમણે સ્થળ પરનો એક વીડિયો પણ અપલોડ કર્યો છે.

અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ ટ્રકના ડ્રાઇવરને દબોચી લીધો. તેનું નામ નાસિર છે. તેમણે પોલીસ પાસેથી આશા વ્યક્ત કરી છે કે આખી ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરશે. હેગડે એ કહ્યું કે આરોપી ચાલકની કડકાઈથી પૂછપરચ્છ કરવી જાઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY