નો પાર્કિંગમાં પાર્ક કરેલી કારને પોલીસે ટોઇંગ કરતા ચાલક વિફર્યો

0
21

રાજકોટ,
તા.૨૧/૪/૨૦૧૮

ટ્રાફિક કોન્સ્ટેબલ-વોર્ડન પર કાર ચડાવવાનો પ્રયાસ

શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન હોય તેમાંય આડેધડ કાર પાર્ક કરવામાં આવી રહી છે. ત્યારે નો પા‹કગમાં પાર્ક કરેલી કારને પોલીસે ટોઇંગ કરતા ચાલક વિફર્યો હતો અને જાતે જ લોક તોડી પોલીસ કોન્સ્ટેબલ અને એક વોર્ડન પર ગાડી ચડાવવા પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પર રસ્તામાં પડેલી કારને પોલીસે લોક કરી હતી. જેને લઈને કાર માલિક વિફર્યો હતો. અને પોતાની જાતે બે વખત કારના લોક તોડ્યા હતા. તેમજ ટ્રાફિક કોન્સ્ટેબલ અને વોર્ડન પર કાર ચડાવવાનો પ્રયાસ કરીને જાહેરમાં પોલીસ પર રોફ જમાવ્યો હતો. ઉપરાંત પરિવારને કારમાંથી નીચે ન ઉતરવાનું કહી ટોઇંગમાં ગયેલી કારને જબરદસ્તી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY