અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મુલાકાત પહેલાં કિમ જાંગ ઢીલા ઢશ..!

0
14

વાશિંગ્ટન/પ્યોંગયોંગ,તા.૨૧
ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જાંગ ઉનના તેવર હવે ઢીલા પડયા છે. અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રસ્તાવિત મુલાકાત પહેલા કિમ જાંગ ઉને કÌš છે કે ઉત્તર કોરિયાને હવે વધુ મિસાઈલ પરીક્ષણોની જરૂરત નથી. કિમ જાંગ ઉને ઉત્તર કોરિયાના વિવાદાસ્પદ પરમાણુ અને મિસાઈલ પરીક્ષણને રોકવાનું એલાન કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિવટ કરીને આને દુનિયા માટે સારા સમાચાર ગણાવ્યા છે.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાંગ ઉને પોતના વિવાદાસ્પદ પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમને રોકવાનું એલાન કર્યું છે. તેના સિવાય પરમાણુ પરીક્ષણ સાઈટને બંધ કરવાની પણ જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આના પર ખુશી વ્યક્ત કરીને કÌš છે કે આ દુનિયા અને ઉત્તર કોરિયા માટે ઘણાં સારા સમાચાર છે.
ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોને કારણે અમેરિકા સાથે તેના ટકરાવની સ્થિતિ ઘણી વધી ગઈ હતી. એક સમયે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધની સંભાવનાઓને લઈને દુનિયાભરમાં ચિંતા પણ ફેલાઈ હતી. જા કે છેલ્લા કેટલાક સમયથી કિમ જાંગ ઉનના તેવર ઢીલા પડયા હોવાનું દેખાયું છે. દક્ષિણ કોરિયા સાથે ફરીથી વાતચીત શરૂ કર્યા બાદ કિમ જાંગ ઉનની અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત પણ પ્રસ્તાવિત છે.
ઉત્તર કોરિયાએ શનિવારે પોતાના પરમાણુ અને લાંબા અંતરની મિસાઈલોના પરીક્ષણની યોજનાને બંધ કરી છે. તેની સાથે જ પરમાણુ પરીક્ષણ સ્થળને બંધ કરવાનું પણ એલાન કર્યું છે. આ ઘોષણા પ્યોંગયાંગ, સિઓલ અને વોશિંગ્ટન વચ્ચે પરમાણુ વાટાઘાટો પહેલા કરવામાં આવી છે. જા કે ઉત્તર કોરિયા પોતાના શસ્ત્રાગારમાં કોઈ ઘટાડો કરશે કે કેમ તેના કોઈ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા નથી?
સત્તાધારી વર્કર્સ પાર્ટીની પૂર્ણ સેન્ટ્રલ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સીએ કિમ જાંગ ઉનને ટાંકીને કÌš છે કે તેમને હવે વધુ પરમાણુ પરીક્ષણ અને મધ્ય તથા લાંબા અંતરની મિસાઈલોના ટેસ્ટ કરવાની જરૂરત નથી અને તેના કારણે પરમાણુ પરીક્ષણ સ્થળનું મિશન પણ પૂર્ણ થઈ ચુક્્યું છે.
કિમ જાંગ ઉનની ઘોષણા બાદ અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિવટ કર્યું છે કે ઉત્તર કોરિયા અને દુનિયા માટે આ ઘણાં સારા સમાચાર છે અને મોટી પ્રગતિ છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ કિમની સાથે આગામી બેઠકને લઈને ઉત્સુક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY