ભારતીય સેનાની તાકાતમાં થશે વધારોઃ ઈસરો મિલિટ્રી સેટેલાઈટ લોન્ચ કરશે

0
279

ઈસરો ૮૦૦ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ મિશન પર કામ કરી રÌš છે
ન્યુ દિલ્હી,તા.૨૩
ઈસરો ૮૦૦ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ મિશન પર કામ કરી રહી છે. આ સેટેલાઈટને ઓક્ટોબરમાં લોન્ચ કરવાનું છે પરંતુ આવનાર કેટલાક મહિનામાં ઈસરો કેટલાક મહત્વપૂર્ણ સેટેલાઈટ પણ લોન્ચ કરવાનું છે. આ સેટેલાઈટ સામરિક દ્રશ્ટિથી ઘણું મહત્વપૂર્ણ હશે અને ભારતીય સેનાની આંખ બનીને પાડોશી દેશો પર નજર રાખશે. સેટેલાઈટ દ્વારા ધરતી અને સમુદ્રની સરહદો પર બાજ નજર રાખવામાં મદદ મળશે. ઈસરો ય્જીછ્‌-૭છને સપ્ટેમ્બરમાં ભારતીય વાયુસેના ૈંછહ્લ માટે લોન્ચ કરશે ત્યાં આ વર્ષના અંત સુધી સર્વિલાંસ માટે રીસેટ-૨એને લોન્ચિન્ગ કરવામાં આવશે. ય્જીછ્‌-૭છને જીએસએલવી એમકે૨ રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. આ વાયુસેના વિભિન્ન ગ્રાઉન્ડ રડાર સ્ટેશનો, એરબેઝ અને એરક્રાફ્ટને ઈન્ટરલિંક કરવાની સુવિધા પૂરી પાડશે.
આ ૈંછહ્લની નેટવર્ક-કેન્દ્રત યુદ્ધ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાની સાથે જ તેમને વૈશ્વિક પરિચાલનમાં વૃદ્ધિ કરશે. આ સેટેલાઈટ જીસેટ-૭ અથવા રૂક્મણિ સમાન જ હશે. જેને ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩એ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ વિશેષરીતે નૌસેના માટે હતી. રૂક્મણિ ભારતીય નૌસેનાને હિંદ મહાસાગર ક્ષેત્રને મોનિટર કરવામાં મદદ કરે છે. આ સેટેલાઈટમાં લગભગ ૨૦૦૦ નોટિકલ માઈલ છે. જે નૌસેનાને યુદ્ધજહાજા, સબમરીન અને મરીટાઈમ એરક્રાફ્ટની રીયલ ટાઈમ જાણકારી પૂરી પાડે છે. આ સિવાય આને ઉંડા સમુદ્રમાં સેનાની કાર્યક્ષમતાને વધારવાનું કામ કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY