બાલાસોર,
સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે મંગળવારે પરમાણુ હુમલો કરવામાં સક્ષમ અગ્નિ-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પર સવારે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મધ્યમ અંતરનું આ અગ્નિ-૨ મિસાઇલ ૨૦૦૦ કિમી સુઘી દુશ્મનનો નાશ કરી શકે છે. એની જડમાં પાકિસ્તાન, ચીન અને દક્ષિણ પૂર્વ એશિયા આવે છે.
અગ્નિ ૨નો વિકાસ રક્ષા વિકાસ અને અનુસંધાન સંગઠનની પ્રયોગશાલાઓ અને ભારત ડાયનમિક્સ હૈદરાબાદની સાથે મળીને એડવાન્સ સિસ્ટમ પ્રયોગશાળાએ કર્યું છે.
જમીનથી જમીન માર મારનારી મધ્યમ અંતરની આ બેલિÂસ્ટક મિસાઇલ ભારતનું પરીક્ષણ આઇટીઆરની તપાસ કોમ્પેલક્સ ૪થી રેલ મોબાઇલ પ્રણાલીના દ્વારા સવારે ૮:૩૮ વાગ્યે કરવામાં આવ્યું.
સ્વદેશ નિર્મિત આ મિસાઇલ ૨૧ મીટર લાંભી, એક મીટર પહોળી અને ૧૭ ટન વજનની છે. આ એક હજાર કિલોગ્રામ સુધી વિસ્ફોટક તોડવામાં સક્ષમ છે. અગ્નિ-૨ નું પહેલું પરીક્ષણ ૧૧ એપ્રિલ ૧૯૯૯માં કરવામાં આવ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"