કાસ્ટિંગ કાઉચ દરેક જગ્યાએ, સંસદ પણ અછુતુ નથીઃ રેણુકા

0
14

કાસ્ટિંગ કાઉચની આગ બોલીવુડથી વધીને સંસદ સુધી પહોંચ્યો
ન્યુ દિલ્હી,તા.૨૪
કાસ્ટિંગ કાઉચનો મુદ્દે હવે બોલીવુડથી આગળ વધીને સંસદ સુધી પહોંચી ગયો છે. કોરિયોગ્રાફર સરોજ ખાનના નિવેદન પર દેશભરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. વિવાદને લઇને અલગ-અલગ પ્રતિક્રિયા અને નિવેદનો સામે આવી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચોધરીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રેણુકા ચૌધરીએ કહ્યું કે કાસ્ટિંગ કાઉચ ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહી પરંતુ દરેક જગ્યાએ થાય છે. તેમણે કહ્યું કે તમે તેમ વિચારતા નહીં કે સંસદ પણ અછુતુ રહ્યું નથી. હવે સમય આવી ગયો છે કે દેશને આ મુદ્દે ઉભુ થવું જાઇએ અને બોલવું જાઇએ સ્ી ્‌ર્ર્. શું છે સમગ્ર વિવાદ મંગળવારના રોજ સરોજ ખાને કાસ્ટિંગ કાઉચ પર કહ્યું હતું કે આ બધુ તો બાબા આદમના જમનાથી ચાલતું આવ્યું છે.
દરેક યુવતી પર કોઇ ન કોઇ હાથ સાફ કરવાની કોશિશ કરે છે. સરકારના લોકો પણ કરે છે. તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછળ કેમ પડ્યા છો? તે ઓછામાં ઓછું રોટી તો આપે છે. રેપ કરીને છોડી તો નથી દેતી. તેમણે કહ્યું એટલા માટે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાછળ પડવું જાઇએ નહીં. અને આમ પણ આ બધુ યુવતી ઉપર નિર્ભર છે કે તે શું કરવા માંગે છે. તમે આવા લોકોના હાથમાં નથી આવવા માંગતા તો ન આવો. જા તમારી પાસે કલા છે તો પોતાની જાતને ઇન્ડસ્ટ્રીમાં વેચવાની જરૂર શું છે. જાકે, પાછળથી સરોજ ખાને પોતાના નિવેદન ઉપર માફી પણ માંગી લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY