ખાંડ પર સેસ, સબ્સિડી અને ઈથેનોલ પર જીએસટી ઘટાડવાના વિકલ્પો

0
34

ખાંડ મિલોની પ્રવાહિતા વધારવા સરકાર સમક્ષ
ન્યુ દિલ્હી,તા.૨૪
શેરડીની ખરીદી પેટે ખાંડ મિલોની બાકી ચુકવણીના વધીને રૂ. ૧૯,૦૦૦ કરોડની સપાટીએ પહોંચ્યો હોવાથી પ્રધાનમંડળીય પેનલે ખાંડ મિલોની પ્રવાહિતા વધારવા માટે ઉત્પાદન આધારિત સબ્સિડી, ખાંડ પર સેસ લાદવી, અને ઈથેનોલ પરના જીએસટીના દરમાં ઘટાડા જેવા વિકલ્પો ખોલ્યા છે.
રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરી, અનાજ ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાન, અને પેટ્રોલિયમ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે થયેલી એક બેઠકમાં શેરડીની ખરીદી પેટે ખાંડ મિલોની બાકી ચુકવણીના આંકને ધ્યાનમાં લેતાં મિલોની પ્રવાહિતા વધારવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડા પ્રધાનના કાર્યાલયનાં અને કૃષિ, વાણિજ્ય, અનાજ, પેટ્રોલિયમ અને નાણાં ખાતાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શેરડીની ખરીદી પેટે ખાંડ મિલોના બાકી દેવાનો આંક રૂ. ૧૯,૦૦૦ કરોડની સપાટીએ પહોંચ્યો છે અને આ મુદ્દે અમે ચર્ચા કરી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ઉત્પાદન આધારિત સબ્સિડી, ખાંડની સેસ અને ઈથેનોલ પરનાં જીએસટીના દર જે હાલ ૧૮ ટકા છે તે ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણનો સમાવેશ થતો હોવાનું રામવિલાસ પાસવાને બેઠક પશ્ર્‌ચાત્ પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું. જાકે, આ સંદર્ભે હજુ સરકારે કોઈ નિર્ણય નથી અને કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ મૂકતા પહેતાં હજુ એક બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઈથેનોલના બ્લેંડિંગની અમુક ટકાવારી ફરજિયાત કરવાનું પણ સૂચન હતું. જાકે, સરકારે સ્થાનિકમાં ખાંડના ગગડતા ભાવ અટકાવવા માટે આયાત જકાત વધારીને ૧૦૦ ટકા કરવાની સાથે નિકાસ જકાત શૂન્ય ટકા કરી છે. તેમ જ ખાંડ મિલોને ૨૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાનું પણ જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY