સેબી શેરટ્રેડિંગ માટે ફિંગરપ્રિન્ટ અથવા આઈસ્કેનને અનિવાર્ય બનાવવાની માર્ગદર્શિકા લાવશે

0
16

ન્યુ દિલ્હી,તા.૨૪
એપ દ્વારા શેરટ્રેડિંગ માટે ફિંગરપ્રિન્ટ અથવા આઈસ્કેન અનિવાર્ય બનાવવા નવી માર્ગદર્શિકા ઉપર સેબી દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સેબીએ આ બાબતે બ્રોકર, ટ્રેડર અને એક્સ્ચેન્જાના અભિપ્રાય માગ્યા છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. સૌના અભિપ્રાય ઉપર વિચાર કર્યા બાદ આ અંગે આખરી નિર્ણય લેવાશે.
સ્માર્ટફોન અથવા તો ટેબ્લેટ દ્વારા શેર્સની લે-વેચ માટે બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી બનશે. વારંવાર લોગઇનમાં નિષ્ફળ જવાથી ખાતું બ્લોક કરાશે અને અનલોક કરવા માટે નવેસરથી પ્રક્રિયા પૂર્ણ કરવાની આવશ્યક્તા રહેશે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ માર્ગદર્શિકા લાગુ થાય તો તેને પરિણામે ઓછાં માર્જિન ઉપર કામ કરનારા નાના બ્રોકરોને મુશ્કેલી પડી શકે છે.
વિશ્વભરમાં આજે સાયબર હુમલા કરવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને સેબી આ પ્રકારની માર્ગદર્શિકા ઉપર વિચારી રહી છે. સેબીનું માનવું છે કે શેરબજાર માટે સાયબર સુરક્ષા ઉપર ધ્યાન આપવાની આવશ્યક્તા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY