આજ ની વાત : ડીફેન્સીવ રમી 40 – 45 પુરા કર્યા,હવે ખભા ઉંચકવા છે, ચોક્કા છક્કા મારવા છે, 

0
95

હવે જ ખરી મજા છે.

તનથી થાક્યો છુ જરા,

મનથી હાર્યો જરાય નથી,

હવે બમણા ઉમંગથી રમવુ છે,

હવે જ ખરી મજા છે.

ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,

કેટલુ બધુ સહન કર્યુ !

હવે આ બધુ ગણકારવુ નથી,

હવે જ ખરી મજા છે.

આઉટ થવુ મંજુર છે,

રીટાર્યડ હર્ટ થવુ નથી,

ખુમારીથી રમ્યો છુ,ખુમારીથી રમવુ છે,

હવે જ ખરી મજા છે.

સેન્ચુરી ભલે ના થાય,

,60, કે 70, 80 માં આઉટ ભલે થવાય,

બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,

હવે જ ખરી મજા છે.

ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,

બાકીનુ હવે ટીમ પર છોડી,

મારે મારી રીતે રમવુ છે,

હવે જ ખરી મજા છે.

સામે ઉભેલો પાર્ટનર,

છેલ્લે સુધી સાથ આપે…..

તો એક યાદગાર ઈનીંગ રમવી છે, હવે જ ખરી મજા છે.

મિત્રો જિંદગી માણી ને જીવો
ચેતન ચૌહાણ
9054329529

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY