પૂ.મહંત સ્વામીના હસ્તે શિખરબધ્ધ મંદિર કણાદનો શિલાન્યાસ કરાયો

0
31

આ મંદિરથી સૌ કોઈને અંતરમાં શાંતિ થશે : પ.પૂ. મહંત સ્વામી મહારાજ
સુરત, તા.૮

છેલ્લી કેટલીયે સહસ્ત્રાબ્દીઓથી ભારતીય સંસ્કૃતિ તેના ઓજસ્વી જ્ઞાનવૈભવથી સમગ્ર વિશ્વમાં જ્ઞાન અને વિજ્ઞાનનાં કલ્યાણમય અજવાળા પ્રસરાવતી રહી છે.સમગ્ર વિશ્વને આ સનાતન ભારતીય સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણનો વૈશ્વિક સંદેશ આપવા માટે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજેમંદિરોની અદ્વિતીય શૃંખલા રચી છે.આ શૃંખલામાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથીવધુ એક સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે, સુરતના કણાદગામ ખાતે નિર્મિત થનારબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર. ગઈકાલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસેપ. પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આનૂતન શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ દબદબાપૂર્વક યોજાઈ ગયો.
ગઈકાલેતા. ૦૭/૦૫/૨૦૧૯, મંગળવાર અખાત્રીજનું મંગલ પ્રભાત સુરતના ઇતિહાસમાં એક નૂતન સૂર્યોદય સાથે ઉદિત થયું. વહેલી સવારે સૂર્યના કિરણો ધરતીને સ્પર્શે તે પહેલા આ ઐતિહાસિક શિલાન્યાસ મહોત્સવમાં ભાગ લેવા માટે ભક્તો ઊમટી રહ્યા હતા.સવારે ૮ કલાકેભગવાન સ્વામિનારાયણના જયનાદ, સ્વામિનારાયણ મહામંત્રનો ઘોષ અને વેદની ઋચાઓના ગાન સાથે, શરણાઈના માંગલિક સ્વરો વચ્ચે પૂજનવિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.શિલાન્યાસ વિધિ માટે એક વિશાળ અને સુંદર શણગારોથી સુશોભિત ગર્ત તૈયાર કરવામાં આવ્યો હતો. અનેઆ ગર્તમાં થતી વિધિને સૌ ભક્તો નિહાળી શકે એ માટે વિશાળ સભામંડપ બનાવવામાં આવેલો જેમાં ૧૫ જેટલી એલ.ઈ.ડી. સ્ક્રીન પર હજારો હરિભક્તોઆ વિધિને માણી રહ્યા હતા. પ. પૂ. મહંતસ્વામી મહારાજ મહોત્સવ સ્થળે ૧૦ વાગ્યે આગમન થયું હતું.શરણાઈના મંગળ સ્વરો અને ઢોલ-બેન્ડના તાલેયુવાનોએપ. પૂ. સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.ત્યારબાદતેઓપણ વિધિમાં જોડાયાહતા. પ. પૂ. સ્વામીશ્રીની સાથે સંસ્થાના વડીલ સંતો પ. પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને પ. પૂ. ઘનશ્યામચરણ સ્વામીઅનેમુખ્ય યજમાનો વિધિમાંજોડાયા હતા. આ સમગ્ર વિધિ દરમ્યાન પ. પૂ. સ્વામીશ્રીએ ખુબ જ સ્નેહ અને આત્મીયતાથી વાતાવરણને દિવ્ય આનંદથી છલકાવી દીધું હતું. આ મંદિરના કેન્દ્રમાં જે સ્થાન પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે વિરાજમાન થવાના છે, તે મધ્ય શીલાના ગર્ત-કૂપમાં પ. પૂ. સ્વામીશ્રીએ નીધીકુંભનું સ્થાપન કર્યું.ઉપરાંત ૨૫ દેશોના સિક્કા, વિશ્વની વિવિધમોટી નદીઓનું જળ અને સુરતના ૧૨૦ જેટલા ગામોની માટી પણ આ ગર્તમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી.જયજયકારથી ગગન ગુંજી ઊઠ્‌યું. અંતમાં આરતી, પુષ્પાંજલિ અને સમાપનમંત્ર સાથે વિધિ સંપૂર્ણ થઈ. સમગ્ર વાતાવરણ દિવ્ય અનુભૂતિના સ્પંદનો અને પવિત્રતાના આંદોલનોથી ચેતનવંતુ બની ગયું હતું.
ત્યારબાદશિલાન્યાસ મહોત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંસંસ્થાના વડીલ સંતોએ પ્રેરકવચનો અનેઆશીર્વાદ આપ્યા હતા.અંતમાં પ. પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા કહ્યું હતું, “શ્રીજીમહારાજના અનંત ઉપકારો છે. અનેક ભક્તોમાં જે નિષ્ઠાવાળા ભક્તો છે એને ભગવાને એમની માળાના મણકા કહ્યાછે. માટે નિષ્ઠા દ્રઢ રાખવી.આજેઅહિયાંનૂતન મંદિરનો શિલાન્યાસ થયો છે અને જોતજોતામાં મંદિર પણ થઈ જશે અને સૌ કોઈને અંતરમાં શાંતિ થશે.”સવિશેષઆમહોત્સવમાંસૌઆબાલવૃદ્ધપુરુષ-મહિલા હરિભક્તોગર્તમાં પોતાના સ્વહસ્તે શિલાઓનું સ્થાપન કરીધન્યભાગી થયા હતા.૩૦૦થી વધુસંતો, મહાનુભાવો, ૧૦૦ ગામના સરપંચોઅને૩૫,૦૦૦થી વધુહરિભક્તોઆ અભૂતપૂર્વ શિલાન્યાસવિધિમાં ભક્તિભાવપૂર્વક લાભ લઈને કૃતાર્થ થયા હતા.સૌકોઈ માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન મહોત્સવ સ્થળે કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY