પ્રિ-મોન્સુન ગતવિધિ સક્રિય થતા કમોસમી વરસાદની શક્યતા
સુરત, તા. ૯
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી હવામન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સુસવાટાભેર પવન ફૂંકાવાની સાથે તાતમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધતા શહેરીજનો અસહૃય ગરમીથી રાહત અનુભવી રહ્ના છે.
સુરત હવામાન વ્ભિગના સૂતો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦.૫ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ દક્ષિણ પિમ દિશાથી કલાકના ૮ કિલોમીટરની ઝડપી પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૩.૧ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૧૦મીથી ૧૨ મી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાંઆવી છે. આગાહીના પગલે સુરતના તાપમાનમાં ઘટાડો થવાની સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્ના છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાથી અસહૃય ગરમીથી રાહત અનુભવાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





