આતંકીઓ વિરુદ્ધ રત્તીભર પણ સહિષ્ણુતાની નીતિ હોવી જાઈએ નહીં : સુબ્રમણ્યમ્‌ સ્વામી

0
12

આતંકીઓ વિરુદ્ધ મજબૂત ઈરાદો ન હોવાથી ભારત સરકારે કંદહાર વિમાનના આરોપીઓ સાથે સમજૂતી કરવી પડી
ન્યુ દિલ્હી,તા.૨૬
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે આતંકવાદીઓ વિરુદ્ધ મજબૂત ઈરાદો નહીં હોવાના કારણે ભારત સરકારે ૧૯૯૯માં થયેલા કંદહાર વિમાન અપહરણ કાંડ દરમિયાન લગભગ ૧૯૦ પ્રવાસીઓને છોડાવવા માટે ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની સમજૂતી કરવી પડી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે આતંકવાદીઓ વિરુદ્ધ રત્તીભર પણ સહિષ્ણુતાની નીતિ હોવી જાઈએ નહીં. આતંકવાદી સમૂહ હરકત ઉલ મુજાહિદ્દીને ડિસેમ્બર-૧૯૯૯માં કાઠમંડૂથી દિલ્હી આવી રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટનું અપહરણ કરી લીધું હતું.
આતંકવાદીઓ વિમાનને અફઘાનિસ્તાનના કંદહાર ખાતે લઈ ગયા હતા. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે ભારત સરકારે ત્રણ આતંકવાદીઓને મુક્ત કરીને કંદહાર વિમાન અપહરણ કાંડમાં સમજૂતી કરી છે. આમા મુક્ત કરવામાં આવેલા આતંકવાદીઓને ઘણી મુશ્કેલીથી પકડીને જેલમાં નાખવામાં આવ્યા હતા. આમાનો એક આતંકવાદી મસૂદ અઝહર હતો અને તેણે બાદમાં જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનની સ્થાપના કરી હતી.
રાજ્યસભાના મનોનિત સાંસદ સુબ્રમણ્મય સ્વામીએ ગ્લોબલ કાઉન્ટર ટેરરિજ્મ કાઉન્સિલના એક કાર્યક્રમમાં કહ્યુ છે કે ભારતે આતંકવાદીઓને લઈને મજબૂત ઈરાદા નહીં હોવાના કારણે ત્રણેય આતંકવાદીઓને મુક્ત કર્યા હતા.
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે આતંકવાદી હુમલા વિરુદ્ધ ભારતે કેટલીક વળતી કાર્યવાહી કરી છે. જેમાં જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં સૈન્ય છાવણી પર આતંકી હુમલા બાદ સપ્ટેમ્બર-૨૦૧૬માં નિયંત્રણ રેખા પાર આતંકવાદીઓના ઠેકાણા પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો પણ સમાવેશ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY