ન્યુ દિલ્હી,
તા.૨૯/૪/૨૦૧૮
સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ટુંક સમયમાં એક બેઠક મળશે, મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે જેમાં ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે.એમ. જાસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવા માટે ફરી એક ભલામણ નરેન્દ્ર મોદીની સરકારને મોકલવામા આવશે. અગાઉ પણ જાસેફનું નામ કોલેજિયમે મોદી સરકારને મોકલ્યુ હતું પણ સરકારે આ ભલામણને સ્વીકારી નહોતી અને પરત મોકલી દીધી હતી. આ સ્થિતિ વચ્ચે હવે કોલેજિયમ ફરી સરકારને આ નામ મોકલશે અને ફરી વિચારણા માટે કહેશે. સુપ્રીમ કોર્ટના સુત્રોએ મીડિયાને જણાવ્યું હતું કરે ટુંક સમયમાં જ આ બેઠક બોલાવવામાં આવશે. જસ્ટસ જાસેફ એ જ જજ છે કે જેમે મોદી સરકાર દ્વારા ઉત્તરાખંડમાં જે રાષ્ટપતિ શાસન લાદ્યું હતું તેને હટાવી દીધુ હતું.
કોંગ્રેસની તત્કાલીન સરકારને બહાલ કરી દીધી હતી. વિપક્ષો આરોપ લગાવી રહ્યા છે કે જાસેફને એટલા માટે મોદી સરકાર સુપ્રીમ કોર્ટના જજ નથી બનાવી રહી કેમ કે તેઓએ મોદી સરકારના રાષ્ટપતિ શાસનના નિર્ણયને હટાવ્યો હતો. એટલુ જ નહીં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટસ ટીએસ ઠાકુરે જણાવ્યું હતું કે જાસેફનું નામ પરત કરીને મોદી સરકારે લોકોમાં એક ખોટો સંદેશો આપ્યો છે. ઠાકુરે જણાવ્યું હતું કે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે જા કોઇ જજ સરકારની સામે પડે અને તેની વાત સ્વીકારવાનો ઇનકાર કરે તો આવુ જ પરીણામ આવશે. મોદી સરકારે નામનો સ્વીકાર ન કરીને ખોટુ કર્યું છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે બે નામોની ભલામણ સુપ્રીમ કોર્ટના જજ માટે કરી હતી, જેમાં જાસેફનું નામ પણ હતું. જાકે મોદી સરકારે એક જ નામનો સ્વીકાર કર્યો જ્યારે બીજા નામને પરત મોકલ્યું હતું. જેને પગલે હવે સરકારના આ નિર્ણયની આકરી ટીકા પણ થઇ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





