પાક.ની નાપાક હરકત : ૨૬/૧૧ મુંબઈ હુમલા કેસના મુખ્ય વકીલને હટાવ્યા

0
13

લાહોર,તા.૩૦
પાકિસ્તાનના આંતરિક બાબતોના ખાતાએ મુંબઈ પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના કેસમાં સરકારી વકીલ સરકારના વલણને અનુસરતા ન હોવાનું જણાવીને તેમની હકાલપટ્ટી કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ભારત દ્વારા આ કાવતરું ઘડનારાઓને અદાલતમાં રજૂ કરવાના પગલાંને ખૂબ જ મોટો ફટકો પડયો છે.
૨૦૦૮ના નવેમ્બર મહિનામાં લશ્કરે-તૈયબા (એલઈટી)ના ૧૦ ત્રાસવાદીઓ કરાચીથી દરિયાઈ માર્ગે મુંબઈ આવ્યા હતા અને તેમણે કરેલા હુમલામાં ૧૬૬ જણ માર્યા ગયા હતા અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા.
‘આંતરિક બાબતોના ખાતાએ ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)ના ખાસ સરકારી વકીલ ચૌધરી અઝહરને આ હાઈ-પ્રોફાઈલ કેસમાંથી દૂર કર્યા છે. તેઓ ૨૦૦૯થી મુંબઈ હુમલા કેસમાં સરકારી વકીલ તરીકે જાડાયેલા હતા એમ એક અધિકારીએ જણાવ્યું હતું.‘અઝહરને એમ જણાવવામાં આવ્યું છે કે મુંબઈ હુમલા કેસમાં હવે તમારી સેવાની જરૂર નથી. મુંબઈ હુમલા કેસમાંથી માત્ર અઝહરને જ દૂર કરવામાં આવ્યો છે. જાકે, બેનઝીરની હત્યા સહિતના બીજા કેસમાં તેઓ સરકારનું પ્રતિનિધિત્વ કરવાના જ છે’ એમ તેમણે જણાવ્યું હતું. ‘આ કેસ જે રીતે આગળ વધી રહ્યો હતો તે સામે અઝહરને સરકાર સામે વાંધો પડ્યો હતો’ એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
‘આ કેસમાં સરકારનું પોતાનું અલગ વલણ હતું અને અઝહર તેને અનુસરતો નહોતો. તે હાઈ-પ્રોફાઈલ કેસને નિયમ અનુસાર અનુસરવા માગતો હતો’ એમ શાસક પીએમએલએન સરકાર અને મુખ્ય સરકારી વકીલ વચ્ચેના મતભેદ અંગેના કારણો જણાવતા તેમણે કÌšં હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY