રાજકોટમાં ફાઇવ સ્ટાર હોટલ જેવું માછલીઘર બન્યું, અલભ્ય ૩૫ પ્રજાતિ જાવા મળશે

0
19

રાજકોટ,
તા.૩/૫/૨૦૧૮

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં દિવસેને દિવસે પ્રાણી અને પક્ષીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સાથો સાથ તેમા સુવિધામાં વધારો થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રદ્યુમ્નપાર્ક ઝૂ ખાતે હવે બાળકોને પ્રાણી પક્ષીઓની સાથે સાથે રંગબેરંગી માછલીઓ પણ જાવા મળશે. મહાનગરપાલિકાએ ૨૯ વિશાળ કાચના બોક્સમાં જુદી જુદી ૩૫થી વધુ અલભ્ય પ્રજાતિઓની માછલીઓ પ્રદર્શિત કરી છે. આ માછલીઘરનો અંદરનો નજારો ફાઇવ સ્ટાર હોટલથી ઓછો નથી. ઝૂમાં કાળિયાર હરણ, નાઇટ હેરોન પક્ષી, શિયાળના બચ્ચાંના જન્મથી પ્રાણીઓની સંખ્યા ૩૯૩ થઇ છે.

પ્રદ્યુમ્નપાર્ક ઝૂના સુપરિન્ટેન્ડેન્ટ આર.કે. હીરપરાએ જણાવ્યું હતું કે, પશુ પક્ષીઓની સાથે બાળકોને માછલીઓ જાવાનો આનંદ મળે તે માટે વિશાળ અને આધુનિક માછલી ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માછલી ઘરમાં ત્રણ વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે નિઃશુલ્ક તથા ત્રણ વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂ.૫ પ્રવેશ શુલ્ક લેવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY