દૂષિત પાણીને લઇને સ્થાનિકોમાં રોષ ભભૂક્યો, પોલીસ બોલાવાની ફરજ પડી

0
25

અમદાવાદ,
તા.૩/૫/૨૦૧૮

અમદાવાદમાં દૂષિત પાણી અને ઉભરાતી ગટરોને લઈને લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. ઠેર-ઠેર ખાડાઓ અને રસ્તો બંધ રહેતા સ્થાનિકોએ પ્રદર્શન કર્યુ હતુ.

છસ્ઝ્ર દક્ષિણ ઝોન ઓફિસ ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા. અને દાણીલીમડા, શાહઆલમ અને ચંડોળા વિસ્તારમાં લોકોએ પ્રદર્શન કરી રોષ પ્રગટ કર્યો હતો. સાથે જ દાણીલીમડાના કોંગ્રેસના કાઉન્સલર પણ સ્થાનિકો સાથે જાડાયા હતા. તમામ લોકો નો રોષ જાઇને પોલીસ બોલાવાની ફરજ પડી હતી. પોલીસ તાત્કાલિક પહોંચીને મામલો શાંત કરવા પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી દાણીલીમડા, શાહઆલમ, અને ચંડોળા તરફ જવાના રસ્તા પર રસ્તાઓ ખરાબ થઇ ચુક્્યા છે. ગટર લીક થવાને કારણે મુશ્કેલી પડી રહી છે. અને ટ્રાફિકની સમસ્યા વધી જાય છે. જેના કારણે લોકો પોતાની માગ સાથે કેલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા.

આપને જણાવી દઇએ કે આ પહેલા પણ દાણીલીમડા ચાર રસ્તા પર કોંગ્રેસ ધારાસભ્ય અને સ્થાનિકોએ બીઆરટીએસના રૂટ બંધ રહેવાના કારણે ચકક્જામ કર્યો હતો. અને ન્યાયની માગ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY