ભારતીય મિડિયાએ બઢાવી-ચડાવીને રજૂ કર્યું તે દુર્ભાગ્યપૂર્ણ
ઈસ્લામાબાદ,તા.૧૪
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યુ કે મુંબઈ આતંકી હુમલાને લઇને તેમણે આપેલા નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજૂ કર્યું. ૧૨ મેના રોજ નવાઝે પહેલીવાર એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું, “શું આપણે આતંકીઓને સરહદની પેલે પાર જવા દેવા જાઇએ અને મુંબઈમાં ૧૫૦ લોકોને મારી નાખવા જાઇએ?” આ દરમિયાન નવાઝના નિવેદનને લઇને પાક. આર્મીએ સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા. ૧૦માંથી ૯ આતંકીઓને મારી નાખવામાં આવ્યા હતા. કસાબને જીવતો પકડીને ફાંસી આપી દેવામાં આવી હતી.
શરીફના પ્રવક્તાએ કહ્યુ, “નવાઝ શરીફના મુંબઈ હુમલા પર આપવામાં આવેલા નિવેદનને ભારતીય મીડિયાએ બઢાવી-ચડાવીને રજૂ કર્યું. એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાનના ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં આ વાતને લઇને હોબાળો મચી ગયો. મીડિયાએ જે વાતો સામે રાખી, તેમાં કોઇપણ પ્રકારની સચ્ચાઇ ન હતી.”
“પીએમએલ-એન દેશનો એક પ્રમુખ રાજકીય પક્ષ છે અને નવાઝ શરીફ તેના મોટા નેતા છે. તેમને પોતાની પ્રતિબદ્ધતાઓ અને ક્ષમતાઓ માટે કોઇએ કોઇપણ પ્રકારનું સર્ટિફિકેટ આપવાની કોઇ જરૂર નથી. એ નવાઝ શરીફ જ હતા, જેમણે દેશની રાષ્ટÙીય સુરક્ષા માટે સૌથી અઘરો નિર્ણય લીધો. ત્યારબાદ પાકે. મે, ૧૯૯૮માં પરમાણુ પરીક્ષણ કર્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







