સુરેન્‍દ્રનગર શહેરના રસ્‍તાઓનું રીપેરીંગ કામ ઝડપથી પૂર્ણ કરવા કલેકટર કે. રાજેશની તાકિદ તેમજ તેમના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

0
31

સુરેન્‍દ્રનગરઃ સુરેન્‍દ્રનગર શહેરમાંથી પસાર થતા માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને નેશનલ હાઇવે હસ્‍તકના રસ્‍તાઓ અને પીવાના પાણીની પાઇપ લાઇનનું રીપેરીંગ કામની સમિક્ષા અર્થે કલેકટર કે. રાજેશના અધ્‍યક્ષસ્‍થાને સબંધિત ખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટર કે. રાજેશે ઉપસ્થિત નેશનલ હાઇવે, નગરપાલિકા સહિતના સબંધિત વિવિધ ખાતાઓના અધિકારીઓને સુરેન્‍દ્રનગર શહેરમા ચાલતા રસ્‍તાઓના મરામતના કામોની કામગીરી તાત્‍કાલિક ધોરણે પુરી કરવા તાકિદ કરી હતી.
કલેકટર એ આગામી ચોમાસાને ધ્‍યાને લઇ શહેરીજનોને અવર જવર તથા પરિવહનની સુવિધામાં અડચણ ઉભી ન થાય તે માટે રસ્‍તાઓના રીપેરીંગની આ કામગીરીને અગ્રતા આપી તાત્‍કાલિક પુરી કરવા પણ સબંધિત ખાતાના અધિકારીઓને સુચના આપી હતી. તેમણે રસ્‍તાઓની સાથે સાથે શહેરી વિસ્‍તારના પીવાના પાણીની પાઇપ લાઇનના રીપેરીંગના કામો પણ સમય મર્યાદામાં પુર્ણ થાય તે અંગે તાકિદ કરી હતી. તેમણે આ તકે ટાવર થી ટી.બી. હોસ્પિટલ સુધીના રસ્‍તાઓનું રીપેરીંગ કામ ઝડપથી પૂર્ણ થાય તે બાબતે પણ સુચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, કાર્યપાલક ઇજનેર આર.એન. માથુર, નાયબ કાર્યપાલક ઇજનેર જે.એસ.મણીયાર, નગરપાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા, નગરપાલિકાના ઇજનેર શહેરમા, જી.યુ.ડી.સી.ના ભરતભાઇ રૂપાલા સહિત સબંધિત એજન્‍સીઓના કોન્‍ટ્રાકટરો ઉપસ્થિત રહયા હતાં.

  1. રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
    લીંબડી ( જી.સુરેન્દ્રનગર)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY