કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જે રીતે આવ્યા છે તેનાથી સ્પષ્ટ થઇ ગયુ છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી છે. જા કે તેને પોતાની તાકાત પર સરકાર બનાવવામાં સફળતા મળી નથી. બહુમતિના આંકડાથી સહેજમાં પાર્ટી દુર રહી ગઇ છે. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ જાહેર થયા બાદ જા જેડીએસના નેતા કુમારસ્વામીની તાજપોશી કરાવવામાં કોંગ્રેસ પાર્ટી સફળ થઇ જશે તો આને વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન રહી શકે છે. આવા ગઠબંધનના અસ્તિત્વ ચોક્કસપણે લાંબા સમય સુધી રહેતા નથી પરંતુ આવા ગઠબંધન ચોક્કસ હેતુ સાથે કરવામાં આવે છે. જેમાં આ વખતે ભાજપને સત્તાથી દુર રાખવા માટે આ સમજુતી કરવામાં આવી છે. જનતા દળ ત્રિશુંકની સ્થિતીમાં કિંગ મેકરની ભૂમિકામાં રહેશે તે બાબત તો પહેલાથી જ સ્પષ્ટ હતી. બદલાયેલી સ્થિતીમાં જેડીએસની બૂમિકા વધી ગઇ છે. સત્તાની દોડમાં પાછળ રહી ગયેલી કોંગ્રેસ પાર્ટીએ જેડીએસના નેતા કુમારસ્વામીને મુખ્યપ્રધાન પદની ઓફર કરીને નવી રાજકીય રમત રમી છે. ભાજપ પણ સરકાર બનાવવાને લઇને વિશ્વાસમાં દેખાઇ રહી છે. પહેલા પણ ભાજપ જ્યારે સત્તામાં આવ્યુ ત્યારે તેને ૧૧૦ સીટ મળી હતી. એ વખતે અપક્ષનો ટેકો તેને મળતા સરકાર બની ગઇ હતી. બેંગલોરના મ્યુનિસિપલ ચૂટણીમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. કોંગ્રેસ અને જેડીએસે ભાજપને સત્તાથી દુર રાખવા માટે જાડાણ કરી છે. હવે તમામની નજર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પર કેન્દ્રિત થઇ ગઇ છે. કર્ણાટકમાં ભાજપની જીતમાં તેની સૌથી વધારે તાકાત સંગઠન ક્ષમતામાં નજરે પડી છે. ભાજપે જે રીતે બુથ મેનેજમેન્ટની કામગીરી સંભાળી હતી તેના કારણે તેની જીત થઇ છે. કર્ણાટકમાં છેલ્લી સ્થિતી મુજબ ભાજપને ૧૦૪ સીટો મળી છે અને તેને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ૬૪ સીટનો ફાયદો થયો છે. જ્યારે કોંગ્રેસને ૭૬ સીટ મળી છે અને તેને ૪૪ સીટનુ નુકસાન થયુ છે. જેડીએસને ૩૮ સીટ મળી છે અને છેલ્લી ચૂંટણીની તુલનામાં બે સીટો ઓછી મળી છે. મત હિસ્સેદારીની વાત કરવામાં આવે તો ભાજપને વર્ષ ૨૦૧૩માં ૨૦ ટકાની તુલનામાં ૩૬ ટકા મતહિસ્સેદારી મળી છે. કોંગ્રેસને વર્ષ ૨૦૧૩માં ૩૭ ટકા મતહિસ્સેદારી મળી હતી જેની સામે હવે ૩૮ ટકા મત હિસ્સેદારી મળી છે. કોંગ્રેસના વોટ વધ્યા છે પરંતુ સીટો ઘટી છે. કોંગ્રેસ દ્વારા લિંગાયતને અલગ ધર્મની માન્યતા આપવા સાથે સંબંધિત કાર્ડ પણ ફ્લોપ રહેતા તેને ફટકો પડ્યો છે. મુસ્લિમ ક્ષેત્રોમાં પણ ભાજપની સ્થિતી મજબુત બની છે. ભાજપને મુસ્લિમ ક્ષેત્રોમાં આ વખતે ૧૫ સીટ મળી છે જે વર્ષ ૨૦૧૩માં પાંચ સીટો હતી. કોંગ્રેસની સીટ ઘટી છે. વડાપ્રધાન મોદીની આ ૧૬મી જીત છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આ ૩૩મી હાર છે. બહુમતિના આંકડા સુધી પહોંચવા માટે કોઇપણ પાર્ટીને ૧૧૨ સીટની જરૂર હતી. એક વખતે પાર્ટીએ ૧૧૨નો બહુમતિનો આંકડો પાર કરીને ૧૨૧ સીટ સુધી લીડ મેળવી હતી પરંતુ છેલ્લે તેની લીડમાં ઘટાડો થયો હતો. અન્યોના ખાતામાં બે સીટો ગઈ હતી. કર્ણાટકમાં મતગણતરી શરૂ થયા બાદથી જોરદાર રોમાંચની સ્થિતિ રહી હતી. ૨ભાજપે સૌથી મોટી પાર્ટી બનવામાં સફળતા હાંસલ કરી હતી. કર્ણાટક ચૂંટણીના પરિણામ પર દેશના કરોડો લોકોની પણ નજર મતગણતરી શરૂ થયા બાદ કેન્દ્રિત થઇ ગઇ હતી. ૧૨મી મેના દિવસે ઉંચુ મતદાન ૭૦ ટકાની આસપાસ રહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા જીત માટેના દાવા કરવામાં આવી રહ્યા હતા. ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ૫૮૫૪૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સવારે ૭થી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ હતું. કર્ણાટકમાં ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૦ ટકા મતદાન થયું હતુ. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૬ મહિલા ઉમેદવાર સહિત ૨૬૫૪ ઉમેદવારોના ભાવિ ૧૨મી મેના દિવસ બાદ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ગઇકાલે મંગળવારે તેમના ભાવિનો ફેંસલો થયો હતો. બેલાગાવી જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં ૩૭૨૩૫૮૫ મતદારો નોંધાયા હતા. બે મતવિસ્તાર જયનગર અને રાજેશ્વરીનગરમાં મતદાન મોકૂફ કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં પરિણામ બાદ ભારે દુવિધાભરી સ્થિતી સર્જાઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





