આક્રમક ચૂંટણી પ્રચાર શૈલી

0
130

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી છે. કોંગ્રેસને ચૂંટણીમાં આ પ્રકારની હારનો સામનો કરવો પડશે તેનો અંદાજ કોઇને ન હતો. મે મહિનાના પ્રારંભમાં માનવામાં આવી રહ્યુ હતુ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા થનાર છે. પરંતુ પહેલી તારીખથી લઇને ૧૦ તારીખની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો તેના કારણે ભાજપે બાજી મારી લીધી હતી. મોદીની ધુંઆધાર રેલીઓના કારણે માહોલ ભાજપની તરફેણમાં થઇ ગયો હતો. રાજકીય પંડિતો આવા જ અંદાજ લગાવી રહ્યા છે. ભાજપના આક્રમક ચૂંટણી પ્રચારના કારણે પાર્ટી આજે કર્ણાટક જેવા રાજ્યમમાં પણ જોરદાર દેખાવ કરીને આગળ આવી છે. ભાજપના પ્રચાર અભિયાનની કુશળતાનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે આ વખતે ભાજપને દક્ષિણ કર્ણાટકમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસની પાસે ભાજપની આક્રમક ચૂંટણી પ્રચારશેલીનો કોઇ જવાબ નથી. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ લિંગાયત કાર્ડ રમીને મોટો માસ્ટર સ્ટ્રોક લગાવ્યો હતો. જો કે તેમના લિંગાયત કાર્ડને સફળતા મળી ન હતી. આના કારણે હિન્દુ મત વિભાજિત થઇ ગયા હતા જેના કારણે તમામ લોકો એક સાથે આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપની સૌથી મોટી તાકાત તેની સંગઠન ક્ષમતામાં નજરે પડી છે. ભાજપે જે રીતે બુથ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરી હતી તેને જોતા તેની જીત નિશ્ચિત દેખાઇ રહી નથી. કોંગ્રેસની પાસે આ સંગઠનાત્મક તૈયારીનો કોઇ જવાબ ન હતો. વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહે ચૂંટણી જીતવા માટે પુરતી તાકાત લગાવી દીધી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતારી દેવાની યોજના સફળ રહી હતી. યોગીએ ભાજપને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. મોદીના કોંગ્રેસ મુક્ત ભારતની દિશાના વધતા પગલાને રોકવા માટે કોંગ્રેસે કુમારસ્વામીને ટેકો આપ્યો છે. જો કે આને રાજકીય ચાલ તરીકે લોકો ગણી રહ્યા છે. આના કારણે કોંગ્રેસને વધારે નુકસાન થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY