રેલ્વે સ્ટેશનો બાદ હવે ટ્રેનોની સ્વચ્છતા અંગે સર્વે હાથ ધરવામાં આવશે

0
9

ન્યુ દિલ્હી,તા.૨૮
ભારતીય રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા ટ્રેન સ્વચ્છતા અભિયાન સર્વે અંતર્ગત ૨૦૦થી વધુ ટ્રેન સ્વચ્છતા બાબતે ક્રમાંક મેળવવા એકબીજા સાથે હરીફાઈમાં ઊતરશે. ૨૦૧૬માં આજ રીતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલવે સ્ટેશનને રેટ આપવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં ૪૭૫માંથી ૨૧૦ ટ્રેનની ચકાસણી કરવામાં આવી હતી. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ આઈઆરસીટીસી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ઓડિટર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે ટ્રેનની સ્વચ્છતા અંગે સર્વે હાથ ધરવામાં આવશે જેનાથી મુસાફરોને સ્વચ્છ ટ્રેન સેવા ઉપલબ્ધ થઈ શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓડિટર દ્વારા તમામ ટ્રેનની ચકાસણી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેમાં ઓડિટર દ્વારા પ્રવાસીઓની સગવડો, બાથરૂમની સ્વચ્છતા, ટ્રેનમાં વપરાતાં સાધનો, સ્ટાફ, ડસ્ટબિન, ડોરવેઝ, જીવજંતુ, ઉધઈ અંગેની યોજના, પાણીની વ્યવસ્થા અને સ્ટેશનની કામગીરી અંગેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
જેમાં બાથરૂમની ચોખ્ખાઈ પર વધુ ભાર મૂકવામાં આવશે. તમામ પાસાંને આવરી લઈ એ મુજબ ટ્રેનને રેન્ક આપવામાં આવશે. ટ્રેનની ચકાસણી સ્ટેશન પરથી ટ્રેન રવાના થાય એ પહેલાથી તેના નિર્ધારિત સ્ટેશન સુધી પહોંચે ત્યાં સુધી કરવામાં આવશે. સર્વેમાં મુસાફરોનો અભિપ્રાય પણ મહત્વનો રહેશે.
રેલવે વિભાગ તરફથી આ ત્રીજા સર્વે હાથ ધરાઈ રહ્યો છે. પહેલો સર્વે ૨૦૧૬માં સ્ટેશન પર પ્રવાસીઓના અભિપ્રાય દ્વારા હાથ ધરાયો હતો. બીજા સર્વે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા
રેલવે સ્ટેશનનો કરવામાં આવ્યો હતો. હવે પછી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રેલવે સ્ટેશનની ચોખ્ખાઈનો સર્વે કરવામાં આવશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY