લોકો પર હવે વધુ બોજ LPG સિલિન્ડરની કિંમતમાં પણ વધારો

0
9

નવીદિલ્હી,
તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને આજે વધુ એક ફટકો પડ્યો હતો. જૂન મહિનાના પ્રથમ દિવસે જ ખુબ જ ઉપયોગી એવા એલપીજી સિલિન્ડર પણ વધુ મોંઘા થઇ ગયા હતા. સ્થાનિક ગેસ અને કોમર્શિયલ બંનેની ગેસ કિંમતોમાં આજે વધારો કરવામાં આવ્યો હતો. એકબીજુ બિનસબસિડીવાળા એલપીજી અથવા તો રાંધણ ગેસની કિંમતમાં સિલિન્ડરદીઠ ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે સબસિડીવાળા ઘરમાં ઉપયોગ કરવામાં આવતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં સિલિન્ડરદીઠ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બે રૂપિયાનો વધારો એવા સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે જે સબસિડીના આધારે ૧૨ સિલિન્ડર વર્ષમાં એક પરિવારને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજના વધારાની સાથે જ બિનસબસિડીવાળા એલપીજીની કિંમત દિલ્હીમાં ૬૯૮.૫ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે કોલકાતામાં પ્રતિ સિલિન્ડર ૭૨૩.૫ રૂપિયા જ્યારે મુંબઈમાં પ્રતિ સિલિન્ડર ૬૭૧.૫ રૂપિયા થઇ ગઈ છે. ચેન્નાઈમાં આની કિંમત ૭૧૨.૫ રૂપિયા થઇ ગઇ છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન જે બ્રાન્ડ ઇÂન્ડયન હેઠળ એલપીજી સપ્લાય કરે છે. ઇન્ડીયન ઓઇલે અહેવાલમાં કહ્યું છે કે, અસરકારક કિંમતો અમલી કરી દેવામાં આવી છે. સબસિડીવાળા એલપીજીની કિંમત દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત ૪૯૩.૫૫ રૂપિયા થઇ ગઇ છે જ્યારે કોલકાતામાં આની કિંમત ૪૯૬.૬૫ રૂપિયા થઇ ગઇ છે. મુંબઈમાં આની કિંમત ૪૯૧.૩૧ રૂપિયા થઇ છે જ્યારે ચેન્નાઈમાં આની કિંમત ૪૮૧.૮૪ રૂપિયા થઇ ગઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડાની જાહેરાત ઇન્ડીયન ઓઇલ દ્વારા કરવામાં આવી હતી.
સબસિડીવાળા એલપીજીની કિંમતમાં દિલ્હીમાં પ્રતિસિલિન્ડર ૨.૩૪ રૂપિયાનો, કોલકાતામાં ૨.૪૨ રૂપિયાનો, મુંબઈમાં ૨.૩૭ રૂપિયાનો, ચેન્નાઈમાં ૨.૪૨ રૂપિયાનો વધારો થઇ ગયો છે. ગયા મહિનાની કિંમતની સરખામણીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આજના ભાવ વધારાની સાથે સબસિડીવાળા એલપીજીની કિંમત આ વર્ષે ફેબ્રુઆરી મહિના બાદથી ચાર મેટ્રોમાં સૌથી ઉંચી કિંમતે પહોચી ગઈ છે. હાલમાં સરકાર એલપીજી સિલિન્ડર પર સબસિડી ઉપલબ્ધ કરાવે છે. સબસિડીના રેટ ઉપર એક વર્ષમાં ગેસમાં એક પરિવારને ૧૨ સિલિન્ડર આપવામાં આવે છે. વર્તમાન નિયમ મુજબ ૧૨ના ક્વોટા બાદ ૧૩માં સિલિન્ડર પર સબસિડી મળતી નથી એટલે કે તેને માર્કેટ કિંમતે ખરીદવાની ફરજ પડે છે. સરકાર દ્વારા કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ લોકોમાં નારાજગી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. દર મહિનાના અંતમાં તેલ અને ગેસ કંપનીઓ દ્વારા ગેસ કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. આ વધારાના કરાણે એમ તો રાંધણ ગેસના વપરાશકારોની તકલીફમાં વધારો થશે. સાથે સાથે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરનાર લોકોની તકલીફ પણ વધશે. કારણ કે, કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ હોટલો અને રેસ્ટોરન્ટમાં કરવામાં આવે છે. મે મહિનામાં લાભ વગરના અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં નજીવા સ્તર પર ઘટાડો કરવામાં આવ્યો હતો. સ્થાનિક રાંધણ ગેસની કિંમત એપ્રિલ મહિનામાં ૭૩૫ રૂપિયા હતી જે એક રૂપિયાના ઘટાડા સાથે મે મહિનામાં ૭૩૪ રૂપિયા થઇ ગઇ હતી. આવી જ રીતે કોમર્શિયલ સિલિન્ડર જેની કિંમત એપ્રિલ મહિનામાં ૧૩૨૭ રૂપિયા હતી તેની કિંમત મે મહિનામાં ૮.૫૦ રૂપિયા ઘટીને ૧૩૧૮.૫૦ રૂપિયા થઇ ગઇ હતી.

S.S.S

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY