અમિત શાહે કપિલ દેવ સાથે મુલાકાત કરી : ક્રિકેટરે કહ્યું,રાજકારણમાં નથી આવવાનો

0
9

ભાજપા અધ્યક્ષે સમર્થન માટે સંપર્ક અભિયાન અંતર્ગત મુલાકાત કરી
ન્યુ દિલ્હી,તા.૨
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ‘સમર્થન માટે સંપર્ક’ અભિયાન અંતર્ગત પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથે મુલાકાત કરી અને મોદી સરકારની ઉપલબ્ધીઓ વર્ણવી. મુલાકાત બાદ કપિલ દેવે કહ્યુ, અમિત શાહ સાથે મુલાકાતમાં મોદી સરકારના ચાર વર્ષ પર ચર્ચા કરવામાં આવી, રાજકારણમાં આવવાની મારી કોઈ ઈરાદો નથી.
કપિલ દેવે કહ્યુ, અમિત શાહ પોતાની સરકારની યોજનાઓ જણાવવા માટે આવ્યા હતા, નથી કોઈ સમર્થનની વાત થઈ કે નથી ચૂંટણી લડવા વિશે કોઈ વાતચીત થઈ. હું હાલ રાજકારણમાં નથી આવવા માંગતો.
અમિત શાહ ૧૯૮૩ના ક્રિકેટ વિશ્વ કપ વિજેતા કેપ્ટનના ઘરે ગયા અને સરકારની સફળતાઓથી તેમને માહિતગાર કર્યા. શાહે પહેલા કહ્યુ હતું કે આ અભિયાનનું ધ્યેય લોકોને સરકારના અલગ-અલગ પગલાઓથી માહિતગાર કરવાનું છે, જેના કારણે લોકોના જીવનું સ્તર ઉંચુ થયું છે. કારણ કે ગામડાઓમાં લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે અને ગરીબોના જીવનને સારૂ કરવા માટે ઘણુ કામ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૨૬ મેના મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા બાદ ભાજપે ‘સમર્થન માટે સંપર્ક’ અભિયાનની શરૂઆત કરી છે અને જાહેરાત કરી છે કે ચાર હજાર પદાધિકારીઓ એક લાખ લોકો સાથે સંપર્ક કરશે જે પોતાના ક્ષેત્રમાં લોકપ્રિય હોય જેના કારણે પોતાના કાર્યકાળ દરમિયાન કામનું પ્રસાર કરી શકે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY