છોટાઉદેપુર ના શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નગરના ઉત્સાહી યુવાન અને નગરપાલીકાના સદસ્ય ફેસલ મલાની નિયુક્તિ કરવામાં આવી, ફેસલ મલાની નિયુક્તિને તમામ કોંગી કાર્યકર્તાઓએ વધાવી અને આવકારી…
આગામી દિવસોમાં જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત સહિત છ માંથી પાંચ તાલુકા પંચાયત માં કોંગ્રેસ સત્તાનું સુકાન સંભાળી રહી છે, ત્યારે નવાં પ્રમુખ ઉપપ્રમુખ ની નિયુક્તિ તેમજ સંગઠન ના શહેંર, તાલુકા અને જિલ્લા પ્રમુખોની પણ નવ નિયુક્તિ કરવાના પ્રદેશ કોંગ્રેસના આદેશને લઈ આજે છોટાંઉદેપુર ના દરબાર હોલમાં જિલ્લાના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વ રાજયસભાના સાંસદ રાજુભાઈ પરમાર, છોટાંઉદેપુર કોંગી મોવડી ગણાતા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા અને માજી ધારાસભ્ય ધીરૂભાઈ ભીલ સહિત જિલ્લાના પ્રભારી હાજર રહ્યા હતા, તો બેઠકમાં છોટાંઉદેપુર શહેર પ્રમુખની ખાલી પડેલી જગ્યાએ યુવા નેતાની જવાબદારી નિભાવી ચૂકેલા અને હાલ નગર પાલિકા સભ્ય એવા ઉત્સાહી ફેસલ મલાની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે, કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે ફેસલ મલાની નિયુક્તિને તમામ કોંગી કાર્યકર્તાઓ અને આગેવાનોએ વધાવી અને આવકારી રહ્યા છે.
સંગઠન ની તાલુકા અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ આગામી તા. અને જી. પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાયા બાદ કરાશે.
ઇમરાન મનસુરી. છોટાઉદેપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





