સતત ૧૩મા દિવસે પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડિઝલમાં ૧૫ પૈસાનો ઘટાડો

0
26

ન્યુ દિલ્હી,તા.૧૧
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતાં રીતસરનો હાહાકાર મચી ગયો હતો પરંતુ હવે સ્થિતિમાં કાબૂમાં આવતી દેખાઇ રહી છે. દિવસે-દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. સોમવારના દિવસે સતત ૧૩મા દિવસે પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૧૫ પૈસાનો ઘટાડો નોંધાયો છે.
પેટ્રોલના ભાવમાં ઘટાડો થયા પછી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતાની સરખામણીએ મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ હજુ પણ વધારે છે. અહીં પેટ્રોલનો ભાવ રૂ. ૮૪.૪૧ અને ડીઝલનો ભાવ ૭૨.૩૫ છે. છેલ્લા ૧૩ દિવસમાં પેટ્રોલમાં ૧ રૂપિયોને ૯૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧ રૂપિયોને ૪૫ પૈસાનો ઘટાડો થયો છે.
સોમવારના રોજ ભાવ (પેટ્રોલ/લીટર)
દિલ્હી – રૂ.૭૬.૫૮
કોલકત્તા – રૂ.૭૯.૨૫
મુંબઇ – રૂ. ૮૪.૪૧
ચેન્નાઇ – રૂ.૭૯.૪૮
સોમવારના રોજ ભાવ (ડીઝલ/લીટર)
દિલ્હી – રૂ.૬૭.૯૫
કોલકત્તા – રૂ.૭૦.૫૦
મુંબઇ – રૂ.૭૨.૩૫
ચેન્નાઇ – રૂ.૭૧.૭૩
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY