વીડિયોકોનનો ગંભીર આરોપઃ મોદી સરકારના કારણે દેવામાં ડૂબી કંપની

0
38
Vcon logo new

ન્યુ દિલ્હી,
વીડિયોકોન ગ્રુપે પોતાના સૌથી મોટા દેવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને જવાબદાર ગણાવી છે. વીડિયોકોન ગ્રુપને ૩૯ હજાર કરોડનું દેવું થયું છે. એટલું જ નહીં કંપની તરફથી પીએમ મોદીની સાથે સાથે સુપ્રીમ કોર્ટ અને બ્રાઝિલને પણ આ મામલે જવાબદાર ગણાવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, કન્ઝયૂમર એપ્લાયનસિસ બનાવતી કંપની વીડિયોકોને પોતાના સૌથી મોટા લોન માટે આ લોકોને જવાબદાર ગણાવ્યા છે. વીડિયોકોને પોતાના પર થયેલા દેવા માટે પીએમ મોદીના સૌથી મોટા નિર્ણય નોટબંધીને મુખ્ય કારણ ગણાવ્યું છે.
વીડિયોકોન તરફથી કહેવામાં આવ્યું કે, નવેમ્બર ૨૦૧૬માં પીએમ મોદીએ નોટબંધીનો નિર્ણયથી કૈથોડ રે ટ્યૂબ (NCLT) ટેલીવિઝન્સ બનાવવા માટે વપરાતી હતી. જે સંપૂર્ણ રીતે ઠપ્પ થયું છે. જેના કારણે કંપનીને ઘણું નુકસાન થયું છે. કંપનીએ પોતાનો વેપાર પણ તેનાથી બંધ કરવો પડ્યો છે.
સુપ્રીમ કોર્ટ અંગે કંપનીએ કહયું કે, સુપ્રીમ કોર્ટે લાઈસન્સ રદ્દ કરવાના પરિણામે ટેલીકોમ્યુનિકેશનનો વેપાર બંધ થઈ ગયો છે. જેની નકારાત્મક અસર ગ્રુપની બેલેન્સશીટ પર જાવા મળી છે. આ તરફ બ્રાઝિલ પર આરોપ લગાવતાં વીડિયોકોને કહયું કે, બ્રાઝિલમાં કંપનીના તેલ અને ગેસના વ્યાપારને રેડ ટેપ નીતિના કારણે ડૂબી જવાની સ્થિતિ પર પહોંચ્યો છે.
હાલમાં વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ વિરૂધ્ધ દેવાળિયું ફૂંકવાના કાયદા હેઠળ સુનાવણી શરૂ કરવામાં આવી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)દ્વારા ગત્ત અઠવાડિયે જ સ્ટેટ બેન્ક ઓફ ઇÂન્ડયાના નેતૃત્વમાં કંપની વિરૂધ્ધ સુનાવણી કરવા માટેની અરજીનો સ્વીકાર કર્યો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY