ન્યુ દિલ્હી,
રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા(RBI )એ બેંકો અને બીજી રેગ્યુલેટેડ એજન્સીઓને બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીઓ પર બાન લગાવી દીધું હતું. લોકોને તેમાં ડિલ કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. તે માટે પÂબ્લક કન્સ્લ્ટેશન કે પછી ઈન્ડીપેન્ડન્ટ રિસર્ચનો કોઈ આધાર નહોતો. RBI પાસેથી રાઈટ ટુ ઈન્ફોર્મેશનના કાયદા હેઠળ પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ જાણકારી પ્રાપ્ત થઈ છે.
એક સ્ટાર્ટઅપ કન્સલ્ટન્ટ વરુણ સેઠીના ૯ એપ્રિલના દાખલ કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં RBI એ કહ્યુંકે તેમની પાસે વર્ચ્યુઅલ કરન્સીને લઈને કોઈ આધાર નથી. વર્ચ્યુઅલ કરન્સીને લઈને આરબીઆઈ પાસે કોઈ આંતરિક કમિટી પણ નથી. જા કે રિઝર્વ બેંક ૨ અલગ અલગ સિમિતિઓથી જાડાયેલી રહી છે. જેણે દેશમાં વર્ચ્યુઅલ કરન્સીના અભ્યાસ માટે નાણાં મંત્રાલયે બનાવી હતી.
RBI અરજીમાં પૂછ્યું હતું કે શું વર્ચ્યુઅલ કરન્સીને સમજવા માટે રેગ્યુલેટરે કોઈ સમિતિ બનાવી હતી. તેનો જવાબ નામાં આપવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તેણે એપ્રિલમાં વર્ચ્યુઅલ કરન્સી પર પાબંધી લગાવતા પહેલાં કોઈ રિસર્ચ કે કન્સલ્ટેશન કર્યું નહોતું. તેમણે એમ પણ કહ્યું કે બ્લોકચેનના કોન્સેપ્ટની તપાસ માટે કોઈ સમિતિ બનાવવામાં આવી ન હતી. આ બાબત અંગે આરબીઆઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા નહોતા.
ઉલ્લેખનિય છે કે આ વર્ષે ૧૫ એપ્રિલના રોજ RBI એ એક નોટિસ દ્વારા બેંકો, ઈ- વોલેટ અને પેમેન્ટ ગેટવે પ્રોવાઈડર્સના વર્ચ્યુઅલ કરન્સીમાં ડીલ કરવા પર રોક લગાવી દીધી હતી. એનાથી ભારતમાં કામ કરનારા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જા અને વર્ચ્યુઅલ કરન્સી ડીલ કરનારા બિઝનેશ માટે સપોર્ટ ખતમ થઈ ગયો હતો. તે પછી બેંકોએ આ એક્સેન્જા અને ટ્રેડર્સ પર તેના ખાતાથી વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગને અટકાવવા દબાવ કર્યો હતો. એક્સચેન્જાએ રિઝર્વ બેંકના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા પણ દાખલ કરી હતી. જે પર ૨૦ જુલાઈએ સુનાવણી થવાની છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





