ખેડૂતોએ જમીન આપવાની ના પાડતાં મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ઘોંચમાં…!!?

0
26

ન્યુ દિલ્હી,
ભારત અમદાવાદથી મુંબઈ તરફ બુલેટ ટ્રેન દોડાવવા જમીન સંપાદન કરવામાં નિષ્ફળ જવાને કારણે જાપાન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપવામાં આવેલી ડિસેમ્બર મહિના સુધીની સમયમર્યાદા ચૂકી જાય તેવી શક્યતા છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, પરંતુ તેનો અમલ કરવા માટે જરૂરી જમીન સોંપવામાં મહારાષ્ટÙના ખેડૂતોએ સાફ નનૈયો ભણ્યો છે. મહારાષ્ટÙના ખેડૂતોએ તેમની ફળદ્રુપ જમીન સરકારને નહીં આપવા ચળવળ શરૂ કરી છે. મહારાષ્ટ્રના મોટા ગજાના રાજકારણીઓનું પીઠબળ આ ખેડૂતોએ પણ હોવાની માહિતી આધારભૂત સૂત્રો તરફથી આપવામાં આવી છે. સરકાર દ્વારા ૧૦૮ કિમીના વિસ્તારની જમીન મેળવવાના પ્રયત્નોને પરિણામે ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મુંબઈ નજીકના પાલઘરના સપોટા ફાર્મર પૌરવ દશરથે જણાવ્યું હતું કે ત્રણ દાયકાની મહેનત બાદ તેને ખેતરમાં ફળ મળી રહ્યા છે. તેણે તેની મહેનત તેના બાળકો માટે કરી હોવાનું તેણે ઉમેર્યું હતું. પૌરવે સ્પષ્ટપણે જણાવ્યું કે તેણે બધી મહેનત સરકારને જમીન વેચવા નથી કરી. જાકે તેને બંને પુત્રોને સરકારી નોકરી આપવામાં આવે તો જમીન વેચવાની તૈયારી બતાવી હતી.
જમીન મેળવવાની પ્રણાલી ભારતમાં નવાઈ નથી. હજારો ખેડૂતોએ વિકાસના નામે જમીન ગુમાવી છે. મહારાષ્ટ્રમાં ૪૪ અબજ ડોલરના ખર્ચે શરૂ થયેલી સાઉદી અર્માકો સહિતની રિફાઈનરી પણ જમીન સંપાદન કરવાના પ્રયત્નમાં છે.
ધનંજયકુમારે જણાવ્યું છે કે ભારતમાં પ્રોજેક્ટ માટે જમીન મેળવવી અઘરું કામ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન મેળવવામાં થતા વિલંબને પરિણામે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી દ્વારા મળેલી લોન વહેંચણી કરવામાં પણ વિલંબ થઈ શકે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY