નવીદિલ્હી, તા. ૨૪
માર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાં બાયોટોયલેટ ગોઠવી દેવાની ભારતીય રેલવે દ્વારા યોજના તૈયાર કરવામાં આવી છે. રેલવે બોર્ડના સભ્યો રવિન્દ્ર ગુપ્તા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ૩૧મી મે સુધી ૧૩૬૯૬૫ બાયોટોયલેટ ૩૭૪૧૧ કોચમાં ગોઠવી દેવામાં આવ્યા છે. આની પાછળ પ્રતિ ટોયલેટ એક લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, માર્ચ ૨૦૧૯ સુધી ૧૮૭૫૦ વધુ કોચમાં બાયોટોયલેટ રહેશે. તે વખતે ભારતીય રેલવેના તમામ કોચ આ પ્રકારના ટોયલેટથી સજ્જ થશે. આના લીધે ભારતીય રેલવેને ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ ઉપાડવો પડશે. બાયોટોયલેટને લઇને છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે. બાયોટોયલેટ મારફતે ગંદગીને રોકી શકાશે. ટ્રેક ઉપર કોઇપણ પ્રકારની ગંદગી પણ થશે નહીં.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





