અનિલ કપૂર હંમેશા ઘણી ઉર્જાઓથી ભરપૂર વ્યક્તિ રહ્યા છે: અજય દેવગણ

0
14

મુંબઈ,તા.૨૫
બોલીવુડ એક્ટર અજય દેવગન હમણા તેમની આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માટે ઘણા ચર્ચાઓમાં છે. મલ્ટીસ્ટાર આ ફિલ્મમાં તેમની સાથે દિગ્ગજ કલાકાર અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. ત્યારે અનિલ કપૂરે બોલીવુડમાં પોતાના ૩૫ વર્ષ પુરા કરી લીધા છે. ૩૫ વર્ષ પુરા થવા પર અજય દેવગને અનિલ કપૂરને લઈ મોટી વાત કરી છે.
એક વેબસાઈટ પ્રમાણે અજય દેવગને અનિલ કપૂરના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૩૫ વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી છે. સાથે જ તેઓએ કÌš કે અનિલ કપૂર હંમેશા ઘણી ઉર્જાઓથી ભરપૂર વ્યક્તિ રહ્યા છે તેઓને જાઈને ખુશીનો અનુભવ થાય છે. જણાવી દઈએ કે અજય દેવગન અને અનિલ કપૂરે ફિલ્મ ‘લજ્જા’ અને ‘તેજ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.
જ્યારે દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરે પણ બોલીવુડમાં પોતાના ૩૫ વર્ષના યોગદાન પર દિલની વાત કરી હતી. તેમના કહ્યા પ્રમાણે નવી પ્રતિભાઓ સાથે કામ કરવામં જાખમ હોય છે. ફિલ્મ ‘ફન્ને ખાં’માં નવોદિત નિર્દેશક અતુલ માંજરેકર સાથે કામ કરી રહેલા અનિલ એ પણ માને છે કે જીવનમાં ક્યારેક-ક્યારેક જાખમ લેવું સારુ હોય છે.
તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે ‘જાખમ વગર જીવનમાં મજા નથી. તમારે જાખમ લેવુ જ પડશે.’ તમને જણાવી દઈએ કે અનિલ કપૂરે વર્ષ ૧૯૮૨માં ફિલ્મ ‘શક્તિ’માં પહેલીવાર મુખ્ય ભૂમિકામાં જાવા મળ્યા હતા. ત્યારથી લઈ આત્યારસુધીમાં તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY