સુપ્રિમના ચુકાદા બાદ દિલ્હીવાસીઓને આ તમામ સુવિધા મળશે આસાનીથી

0
14

ન્યુ દિલ્હી,તા.૫
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે દિલ્હીવાસીઓને કેટલીક સેવાઓ ઘરે બેંઠા જ મળશે તો લાંબી લચક લાઈનોમાંથી છૂટકારો આપતી અન્ય સેવા કે જેવી કે બસ ટિકિટ લેવામાંથી પણ મુક્તિ મળશે. તેઓ હવે સ્માર્ટ કાર્ડ થકી મુસાફરી કરી શકશે. કેટલીક સેવાઓ રાજ્ય સરકારનાહસ્તક હોવા અંગે સ્પષ્ટીકરણ થઈ જતાં હવે દિલ્હીની આપ સરકાર દિલ્હી વાસીઓને એ અનુભવ કરાવવા જઈ રહી છે કે રાજધાનીમાં રહેવું એ શું ચીજ છે. જેને પરિણામે અનેક સેવાઓ દિલ્હીવાસીઓને તેમના ડોરસ્ટેપ પર આપવામાં આવશે. આ સુવિધાઓ ઓગસ્ટ મહિનાથી શરૂ કરવામાં આવશે. એ સેવાઓ વિશે જાણીને તમે પણ કહેશોપ યાર.. રાજધાનીમાં રહેવું એ શું ઠાઠમાઠની જિંદગી છે.
હવે ઓગસ્ટ મહિનાથી એક બાજુ સરકારી ઓફિસોમાં લાંબી લાઇનોમાં નહીં ઉભું રહેવું પડે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ જાતિ પ્રમાણપત્ર જેવી ૧૦૦ જેટલી સરકારી સેવાઓ હોમ ડિલિવરી કરવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વડપણમાં યોજાયેલી દિલ્હી કેબિનેટની બેઠકમાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. તો બીજી બાજુ સ્માર્ટ કાર્ડના ઉપયોગની છીટ મળી જતાં, હવે દિલ્હીવાસીઓના સમય, પૈસા અને ટ્રાફિકની સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.
આમ આદમી પાર્ટી સરકારની મહત્વાકાંક્ષી ડોર સ્ટેપ સર્વિસ યોજના આવતા મહિને શરૂ થઈ જશે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ કેબિનેટમાં યોજાયેલા આ નિર્ણય વિશે માહિતી આપી છે કે પસંદગીની કંપનીઓને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં કેબિનેટે ડોર સ્ટેપ યોજનાને મંજૂરી આપીને ૪૦ પ્રકારની સુવિધાઓે શામેલ કરી હતી. હવે એમાં બીજી ૩૦ સર્વિસ જાડવામાં આવી છે અને ટૂંક સમયમાં બીજી ૩૦ સર્વિસનો ઉમેરો કરવામાં આવશે. હવે કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ માટે લોકોએ સરકારી ઓફિસના ચક્કર નહીં કાપવા પડે.
યોજના પ્રમાણે એજન્સીઓની મદદથી મોબાઇલ સહાયક બનાવવામાં આવશે અને એક કોલ સેન્ટર ડેવલપ કરવામાં આવશે. અરજદારે કોલ સેન્ટરમાં ફોન કરીને પોતાની બેસિક વિગતો આપવી પડશે અને પછી તેમને જરૂરી ડોક્યમેન્ટ્‌સની વિગતો જણાવવામાં આવશે. આ પછી મોબાઇલ સહાયક અરજદારને ફોન કરીને મીટિંગ ફિક્સ કરશે. જાકે. ડ્રાઇવિંગ લાઇસન્સના મામલામાં અરજદારે એકવાર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ર્સ્ન્ં ઓફિસ જવું પડશે. શરૂઆતમાં લગભગ ૩૦૦ મોબાઇલ સહાયક રાખવામાં આવશે અને આ તમામનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. આ મોબાઇલ સહાયક જ પ્રિન્ટિંગ સર્ટિફિકેટથી માંડીને હોમ ડિલિવરી કરશે.
દિલ્હીવાસીઓ માટે ઘરના ૫૦૦ મીટરના દાયરામાં લોકોને સાર્વજનિક પરિવહન જેમ કે બસ, ટેમ્પો, ઈ રિક્ષા કે પછી મેટ્રો સુલભ થઈ શકે. એ પણ માત્ર સવારે કે સાંજે જ નહીં પરંતુ દર ૧૫ મિનિટ પર મળી શકે. આ સાથે એક મોટા સમાચાર એ પણ છે કે જુલાઈના અંત સુધીમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડ્ઢ્‌ઝ્ર)ની તમામ બસોમાં હવે દિલ્હી મેટ્રો સ્માર્ટ કાર્ડનો ઉપયોગ થઈ શકશે. દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે દાવો કર્યો કે કનેક્ટ ડેલ્હીથી દિલ્હીમાં પરિવહન વ્યવસ્થા સુધરશે. કનેક્ટ ડેલ્હીની શરૂઆત રૂટ રેશનલાઈઝેશનના પ્રભાવી રીતે અમલીકરણના હેતુથી કરાઈ છે.
ગહલોતે જણાવ્યું કે કનેક્ટ ડેલ્હી અભ્યાસમાં બસ રૂટોને વહેંચવા, પરિવહનના અન્ય સાધનો પર ધ્યાન આપવું, મેટ્રો ફીડર સેવા, દિલ્હી મેટ્રો, ગ્રામીણ સેવા, ઈ રિક્ષા વગેરે પર ભાર મૂકવો સામેલ છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દિલ્હીના દરેક ગલ્લી મોહલ્લા સુધી સાર્વજનિક પરિવહન પહોંચે અને દરેક ઘરથી ૫૦૦ મીટરના દાયરામાં સાર્વજનિક પરિવહન ઉપલબ્ધ હોય.
દિલ્હીમાં લગભગ ૮૦૦ બસ રૂટ છે પરંતુ હવે વધુ રૂટો પર બસ ચલાવવાની માગણી કરવામાં આવી રહી છે. ગહલોતે કહ્યુ કે આ અભ્યાસ દ્વારા આપણે દરેક દિલ્હીવાસી સુધી ૧૫થી ૨૦ મિનિટમાં સાર્વજનિક પરિવહન સુવિધા પહોંચાડી શકીશું.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે ૩૧ જુલાઈ સુધી નિગમની તમામ બસોને ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન (ઈટીએમ)થી લેસ કરી દેવામાં આવશે. જેનાથી દિલ્હી મેટ્રો કાર્ડ બસોમાં પણ ઉપયોગમાં લેવાઈ શકશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY