– ‘કોરામાં વાવેતર’ કરવાની પ્રથા ભારે પડશે
– ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો પ૦ ટકા વાવેતર ઉપર પાણી ફરી વળશે
આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હોવાછતાં પુરતો વરસાદ વરસતો નથી. ખરીફ સિઝનના વાવેતરનો યોગ્ય સમય હવે હાથમાંથી નિકળી ગયો છે. ત્યારે ધરતીપુત્રો વરસાદ વગર ધોવાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને રાજ્યમાં સૌથી વધુ વવાતા કપાસના પાકનું હજ્જારો વિઘાનું વાવેતર નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો પ૦ ટકા જેટલા વાવેતર ઉપર પાણી ફરી વળશે. મોટાભાગના ખેડૂતોએ ફરી વખત વાવણી કરવાનો સમય આવશે. ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ખેડૂતોને દગો દીધો હોય તેમ હજુ સુધી રાજયનો અડધાથી વધારે વિસ્તાર કોરો રહી ગયો છે. રાજ્યમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં બે-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે, દરિયા પટ્ટીથી જમીન ઉપર ૩૦-૪૦ કિ.મી. અંદરની તરફ જોઈએ તેવો વરસાદ પડયો નથી. બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ વવાતા કપાસનું અત્યાર સુધીમાં ૪.૯ર લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતોનો કપાસ તરફનો ઝોક વધ્યો છે. માટે કપાસનું વાવેતર વધવાની ધારણા અગાઉથી હતી. કપાસનું અત્યાર સુધીનું થયેલુ વાવેતર નિયમીત વાવેતર નથી! કૃષિ તજજ્ઞાોના કહેવા પ્રમાણે કપાસના પાક સંદર્ભે થોડા વર્ષોથી ખેડૂતોએ ‘કોરામાં વાવેતર’ કરવાની પ્રથા અપનાવી છે. એટલે કે વરસાદ પડયા વગર જ ખેડૂતો ખેતરમાં કપાસનું બિયારણ વાવી દે છે. સંભવિત વરસાદની ગણતરી કરીને ૧પ-ર૦ દિવસ પહેલા ઉનાળામાં તપેલા ખેતરમાં સીધા જ કપાસનું વાવેતર કરી દેવાય છે. બાદમાં નિયત સમયે વરસાદ પડે એટલે આપમેળે ખેતરમાં છોડ ઉગવા માંડે છે. જો સમયસર વરસાદ પડે તો આ પ્રથા ખુબ સારી છે. પાકનો ઉગાવો સારો આવે છે. યોગ્ય સમયે કાપણી અવસ્થા આવી જાય છે. પાકની ગુણવત્તા સારી રહે છે. મજુરો ન મળવા સહિતની સમસ્યામાંથી છુટકારો મળે છે. પરંતુ સમયસર વરસાદ ન થાય તો વાવેતર નિષ્ફળ જવાથી ખેડૂતોએ મોટી નૂકશાની સહન કરવાનો વારો આવે છે. આ વર્ષે તેવું જ બન્યું છે. વરસાદ ન પડતા ખેતરોમાં બિયારણ બળી ગયું છે, તો વળી ક્યાંક હળવા ઝાપટા વચ્ચે ભેજના કારણે બિયારણમાંથી કૂંપણો ફૂટી નિકળી હોય તો તે હવે પાણીના અભાવે કે તડકો પડતા બળી જશે. એકંદરે સ્થિતિ એવી પેદા થઈ છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોએ કોરામાં કરેલું બધુ જ વાવેતર નિષ્ફળ જશે. વિઘે રૃ.એક હજારની સીધી નુકશાની કપાસનું કોરામાં વાવેતર એટલે કે વરસાદ પહેલા જ સુકી જમીનમાં વાવેતર કરી દેવાની પ્રથા આ વખતે નિષ્ફળ ગઈ છે. હજ્જારો ખેડૂતો આ પ્રથા મુજબ જ વાવેતર કરે છે. કપાસના વાવેતરમાં વિઘે રૃ.૪૦૦નું બિયારણ અને રૃ.રપ૦નું ખાતર જોઈએ છે. આ ઉપરાંત મજુરી અને અન્ય ખર્ચ ગણવામાં આવે તો વિઘે એકાદ હજાર રૃપિયામાં કપાસનું વાવેતર પડે છે. વાવેતર નિષ્ફળ જાય તો ખેડૂતોએ વિઘે એક હજાર રૃપિયાની નુકશાની વેઠવી પડશે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા આંકડા અનુસાર ર૪ લાખ વિઘામાં કરતા વધારે જમીનમાં વાવણી થઈ છે. તે પ્રમાણે નુકશાનીનો આંકડો કરોડો રૃપિયામાં પહોંચે તેમ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






