મૂળી તાલુકા ના ધમૅન્દ્રગઢ ગામ પાસેનો પુલ તુટી જતા બે ગામનાં લોકો પરેશાન

0
13

ચોમાસામાં મૂળી જવા માટે દશ કી.મી નો ફેરો ફરવો પડશે

મૂળી તાલુકાનાં ઉમરડા ગામ જવાનો રસ્તો ધમેૅન્દ્રગઢ પાસે આવેલ પુલગતવર્ષે ભારે વરસાદથી તુટી જતા બે ગામાનાં અંદાજે સાત હજારથી વધારે લોકોને અવર જવા કરવા માટે ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે અને મૂળી જવા માટે દશ કીમી ફેર ફરવા જવુ પડી રહ્યું છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા અંહી યોગ્ય કાયૅવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.


મૂળી તાલુકામાં એક વર્ષ પહેલા થયેલ ભારે વરસાદથી અનેક માગોૅ ધોવાય ગયા છે અને લોકોને ભારે સમસ્યા ભોગવવી પડે છે ત્યારે મૂળીનાં ઉમરડા અને ધમેૅન્દ્રગઢ વચ્ચે આવેલ ભોગાવાનો પુલ સાવ તુટી જતા બન્ને ગામનાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ચોમાસામાં તો અંહીથી પસારથવુ અશક્ય છે જયારે લોકોને શહેર સુધી જવા માટે દશ કીમી ફરવા જવુ પડે છે ત્યારે આગામી દિવસોમાં લોકોને વધારે હાલાકી ભોગવવી પડે તે પહેલા તંત્ર દ્વારા અંહી પુલ યોગ્ય કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

આ અંગે સ્થાનિકો વાસુદેવભાઇ પટેલ કનુભાઇ સહિતનાંએ જણાવ્યું હતુંકે ગયા વર્ષે ભારેવરસાદથી પુલ ધોવાય જતા ગ્રામજનો એ માટી નાંખી યોગ્ય કરાયો હતો પરંતુ હાલ તે તુટી જતા બે ગામાનાં સાત હજારથી વધારે લોકોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાય તેવી અમારી માંગ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY