પ્રિયંકાએ નવી ફિલ્મના વર્કશોપમાં હાજરી આપી

0
51

મુંબઈ,તા.૧૧
ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના નવા બાયફ્રેન્ડ નીક જાનાસ સાથેના વેકેશનનું સમાપન કરીને નવી ફિલ્મના વર્કશોપમાં હાજરી આપી હોવાની માહિતી મળી હતી. માર્ગારિટા વીથ અ સ્ટ્રોના ડાયરેક્ટર સોનાલી બોઝની આ ફિલ્મમાં અગાઉ અભિષેક બચ્ચન ચમકવાનો હતો પરંતુ હવે એેને બદલે ફરહાન અખ્તર હીરો તરીકે પસંદ થયો હતો.
દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર ફેમ ઝાઇરા વસીમ પણ આ ફિલ્મ કરી રહી છે. ત્રણે કલાકારોની તારીખો એકબીજા સાથે મળે ત્યારબાદ આ ફિલ્મ ફ્લોર પર જશે. એક માહિતી મુજબ પ્રિયંકા સુપર સ્ટાર સલમાન ખાનની ભારત ફિલ્મ શરૃ કરે એે પહેલાં આ ફિલ્મ ફ્લોર પર જાય એવી શક્્યતા છે. ત્રણે મુખ્ય કલાકારો આ ફિલ્મની સ્ટોરી લાઇન અંગે ઉત્તેજિત હોવાનું કહેવાય છે. એક મોટિવેશનલ સ્પીકર આયેશા ચૌધરીએ લખેલા પુસ્તક પર આ ફિલ્મની કથા આધારિત છે. આયેશાનો રોલ મોટે ભાગે ઝાઇરા કરવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY