રેલ્વે ટ્રેક્સની દેખરેખ-મેંટનન્સ માટે આર્ટિફિશલ ઈન્ટેલિજન્સની મદદ લેશે

0
17

ન્યુ દિલ્હી,તા.૧૪
રેલવેએ હવે ટ્રેક્સની દેખરેખ અને તેના મેંટનન્સ માટે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે રેલવે હવે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની મદદથી પટરીઓનાં રિપેયરિંગ અને મેંટેનન્સનું કેલેન્ડર તૈયાર કરશે. આનાથી ટ્રેનોનાં આવન-જાવનમાં સુધાર થશે. ભારતમાં અનિયમિત ટ્રેક મેંટેનન્સનાં કારણે ટ્રેનો લેટ થતી રહેતી હોય છે.
અધિકારીએ કહ્યુ કે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સનાં કારણે ૯૦ ટકા ટ્રેનોનું સંચાલન સમય પર થશે. રેલવે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની મદદથી પહેલાથી જ મેંટેનન્સનું કેલેન્ડર તૈયાર કરી શકશે. તેમણે કહ્યુકે બધા મોટા મેંટેનન્સ બ્લાક પર ફક્ત રવિવારે જ કામ થશે જેથી ટ્રેનો ઓછી લેટ થશે.
ઉલ્લેખનીય છે કે રેલવે પહેલાથી જ પટરિયોની ચકાસણી માટે આૅટોમેટિક ટ્રેક ડિટેક્શન મશીનનો ઉપયોગ કરે છે. હવે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની મદદથી રેલવે ટ્રેક્સ અને ટ્રેક જાઇન્ટ્‌સની ચકાસણી કરશે. આ પગલાથી રેલવે અકસ્માતોને પણ ઓછા કરી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY